• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ટ્રમ્પનો બફાટ : મને યુવાન હેંડસમ પુરુષ નહીં, મહિલાઓ પસંદ છે

બોર્ડ ઓફ પીસની બેઠકમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ભાન ભૂલ્યા

નવી દિલ્હી, તા.20: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ક્યારે, ક્યા મંચ ઉપરથી કેવા પ્રકારનો બફાટ કરી નાખે તેનું કંઈ કહી શકાય તેવું હોતું નથી. કોઈ કલ્પના પણ ન કરી શકે કે દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ કહેવાતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યારે દુનિયાની શાંતિ માટે કોઈ સંગઠન -બોર્ડ ઓફ પીસ બનાવશે અને તેની પહેલી બેઠક યોજાશે ત્યારે તેનાં મંચ ઉપરથી બોલશે કે, ‘મને જુવાન અને દેખાવડા પુરુષ નહીં, મહિલાઓ પસંદ છે.’ ટ્રમ્પે આવું જ કર્યુ!

ગાઝાની નાજુક હાલત વચ્ચે યુદ્ધવિરામ માટે આગામી પગલાઓની ચર્ચા કરવા માટે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવી બોર્ડ ઓફ પીસની બેઠક ગુરુવારે મળી હતી અને આ બેઠકનું યજમાન પણ અમેરિકા જ હતું. આ બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્તરાષ્ટ્ર, નોબેલ શાંતિ પુરસ્કાર, યુવાન દેખાવડા પુરુષોથી લઈને અનેક બાબતે ગોળગોળ અને ભટકતું ભાષણ આપ્યું હતું.

પોતાનાં ભાષદ દરમિયાન ટ્રમ્પે બેઠકમાં સામેલ થવા બદલ પરાગ્વેનાં રાષ્ટ્રપતિ સેંટિયાગો પેનાને ધન્યવાદ પાઠવ્યા હતાં અને કહ્યું હતું કે, તમારો ખુબ આભાર. તમે યુવાન અને હેંડસમ છો. મને યુવાન અને હેંડસમ હંમેશા પસંદ છે. થોડીવાર અટકીને પછી ટ્રમ્પની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, તેનો અર્થ એવો પણ નથી કે અમારે તમને પસંદ કરવા જ પડશે કારણ કે મને યુવાન અને હેંડસમ પુરુષો નહીં મહિલાઓ પસંદ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક