નવી દિલ્હી તા.20: ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચ પાછલા કેટલાક વર્ષોથી એકતરફી બની રહ્યા છે. ટીમ ઇન્ડિયા સંપૂર્ણ વર્ચસ્વ સાથે જીત મેળવી રહી છે. વર્તમાન ટી-20 વર્લ્ડ કપની ભારત-પાક. ટકકર પણ એકતરફી બની રહી હતી. ભારતનો 61 રને સરળ અને ભવ્ય વિજય થયો હતો. જો કે આ હાઇ વોલ્ટેજ મેચ દરમિયાન નવો વ્યૂઅરશિપ રેકોર્ડ બન્યો છે.
ભારત-પાકિસ્તાનો
ટી-20 વર્લ્ડ કપનો મેચ ડિજિટલ પ્લેટફોર્મ જિયોહોટરાસ્ટર પર 163 મિલિયન (16.3 કરોડ )
લોકોએ નિહાળ્યો હતો. જે આઇસીસી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો વ્યૂઅરશિપ આંકડો
બન્યો છે.