• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ઓફ સ્પિન બોલર્સ સામે ટીમ ઇન્ડિયાનો સંઘર્ષ

-4 મેચમાં 17 ઓવરમાં 106 રન જ કર્યા અને 8 વિકેટ ગુમાવી

-ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રેયાનની સુપર-8માં આ નબળાઈ દૂર કરવાની ટકોર

અમદાવાદ, તા.18 ઃ ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ટીમ ઇન્ડિયા તેનો વિજયરથ આગળ વધારીને ટી-20 વિશ્વ કપ-2026ના સુપર-8 રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. ગ્રુપ સ્ટેજના 4 મેચમાં ટીમ ઇન્ડિયાએ કોઈ મેચમાં દબાણ સહન કર્યું નથી. પાકિસ્તાન સામે થોડો ખતરો હતો, પણ તે મેચમાં જ સાવ સરળ જીત મળી હતી. બાકીના ત્રણ મેચ અમેરિકા, નામીબિયા અને છેલ્લે નેધરલેન્ડ સામે સૂર્યસેના અપેક્ષાકૃત પ્રદર્શન કરી શકી ન હતી. જો કે આ ત્રણેય ટીમ સામે પણ વર્ચસ્વ સાથે વિજય થયો હતો. તજજ્ઞોનોનું માનવું છે કે વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા હજુ સુધી એ પ્લસ દેખાવ કરી શકી નથી. જે સુપર-8 રાઉન્ડમાં તેના માટે ચિંતાનું કારણ બની શકે છે. ખાસ કરીને ઓફ સ્પિન બોલર્સ સામે ટીમ ઇન્ડિયાના બેટર્સની નબળાઈ ઉજાગર થઈ છે.

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે 4 મેચમાં 17 ઓવર ઓફ સ્પિન બોલર્સે કરી છે. આ દરમિયાન 106 રન કર્યા છે અને 8 વિકેટ ગુમાવી છે. એટલે કે ઓફ સ્પિનર સામે પ્રતિ ઓવર સરેરાશ માત્ર 6.23 રનની રહી છે જ્યારે 13.2પની સરેરાશથી આ દરમિયાન વિકેટ ગુમાવી છે. અંતિમ લીગ મેચમાં પણ ડચ ઓફ સ્પિનર આર્યન દત્તા સામે ભારતે પાવર પ્લેમાં અભિષેક અને ઇશાનની વિકેટ ગુમાવી હતી. આ મેચ પછી ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડોએશેને આ બારામાં સવાલ થયો હતો. તો તેમણે સ્વીકાર્યું કે ભારતીય બેટધરોએ ફિંગર બોલર્સ સામે તેમની બેટિંગ સુધારવી પડશે. આગામી મેચમાં અમારો સમાનો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. તેમની પાસે આ પ્રકારના સારા સ્પિનર છે. જો કે ચિંતાની વાત નથી. અમારી પાસે સર્વશ્રેષ્ઠ બેટધરો છે.

રેયાને કહ્યંy હું ઓફ સ્પિન નહીં ફિંગિર સ્પિનરની વાત કરીશ. પાકિસ્તાને 14 ઓવર ફિંગર સ્પિનર પાસે કરાવી હતી. મારી જાણકારી મુજબ અમે લગભગ 4 વિકેટ આ દરમિયાન ગુમાવી હતી અને 78 રન કર્યા હતા. આ આંકડા પણ સારા નથી. સુપર-8ના 3 મેચમાં અમારી સામે ફિંગર સ્પિનર્સનો પડકાર હશે. મને લાગે છે અમારે એ દીશામાં ધ્યાન આપવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક