-કોંગ્રેસ સાંસદે કહ્યું, કોઈપણ પ્રતિકની તાકાત સ્વૈચ્છિક શ્રદ્ધામાં, બળજબરી કરી શકાય નહીં
નવી દિલ્હી,
તા. 19 ઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરે વંદે માતરમ અંગે ચાલી રહેલા વિવાદમાં
પોતાના વિચારોને રજૂ કરતા કહ્યું હતું કે, કોઈપણ નાગરિકને વંદે માતરમ ગાવા માટે મજબૂર કરી શકાય નહીં. થરુરે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોની ટિકા કરતા કહ્યું હતું કે દેશભક્તિ
દિલથી નિભાવવામાં આવે છે અને કાયદો બનાવવાની દેશભક્તિને બળજબરી કરાવી શકાય નહી.
કોંગ્રેસ સાંસદે કહ્યું
હતું કે વંદે માતરમથી મળ્યું હતું કે ફાંસી ઉપર ચડનારા ક્રાંતિકારીઓના દિલમાં પણ આ
ગીત ગુંજતું હતું. જો કે કોઈપણ પ્રતિકની તાકાત સ્વૈચ્છિક શ્રદ્ધામાં હોય છે.