• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ટોલ નાકાએ રોકડ ચુકવણી થશે બંધ !

પહેલી એપ્રિલથી માત્ર ફાસ્ટેગ કે યુપીઆઈના માધ્યમથી ટોલ વસુલાત કરવા વિચારણા

નવી દિલ્હી, તા. 20 : દેશમાં પુરી રીતે ડિજીટલ નેશનલ હાઈવે ટોલ સિસ્ટમ વિકસિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ) 1 એપ્રિલ 2026થી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા ઉપર રોકડ ચુકવણી પુરી રીતે બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. આ વ્યવસ્થા લાગુ થયા બાદ તમામ ટોલ ચુકવણી માત્ર ડિજીટલ માધ્યમ - ફાસ્ટેગ કે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ મારફતે થઈ શકશે.

આ પ્રસ્તાવનો હેતુ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનથી મળતા લાભને મજબૂત કરવા અને ટોલ પ્લાઝાના સંચાલનની દક્ષતા અને વિશ્વસનિયતા વધારવાનો છે. ડિજીટલ બદલાવથ લેનની ક્ષમતામાં વધારો થશે, ટોલ પ્લાઝા ઉપર જામ ઓછો થશે અને ચુકવણીની પ્રક્રિયામાં પારદર્શકતા અને એકરુપતા આવી શકશે. જેનાથી હાઈવેની મુસાફરી કરતા લોકો માટે યાત્રા સરળ બનશે.

છેલ્લા અમુક વર્ષમાં ફાસ્ટેગની 98 ટકાથી વધારેની પહોંચે દેશમાં ટોલ વસૂલાત વ્યવસ્થાને ઘણી બદલી છે. વર્તમાન સમયે મોટાભાગની ટોલ લેવડદેવડ વાહનો ઉપર લાગેલા ફાસ્ટેગના માધ્યમથી થઈ રહી છે. જેનાથી ટોલ પ્લાઝા ઉપર થંભ્યા વિના અને સંપર્ક રહિત અવરજવર સંભવ બની છે. વધુમાં નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઉપર યુપીઆઈ ચુકવણીની સુવિધા પણ શરૂ થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક