• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સુપર-8 રાઉન્ડના પ્રારંભે પાક.-કિવિઝની આજે ટક્કર

પાક.ની સ્પિન વિવિધતાનો સામનો કરવાનો કિવિઝ બેટર્સ સામે પડકાર

કોલંબો તા.20: ટી-20 વર્લ્ડ કપ-2026ના સુપર-8 રાઉન્ડના પહેલા મેચમાં ગ્રુપ-બેના પ્રારંભિક મેચમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ટકકર થશે. આ મેચમાં કિવિઝ બેટર્સ સામે પાક. ટીમની સ્પિન વિવિધતાનો સામનો કરવાનો પડકાર રહેશે જ્યારે પાક. બોલર્સ સામે કિવિઝના પાવર હિટિર્સ પર અંકુશ મુકવા કમર કસવી પડશે. જો કે વર્તમાન ટી-20 વર્લ્ડ કપના ન્યુઝીલેન્ડના બેટર્સ નોંધપાત્ર દેખાવ કરી શકયા નથી. ઓપનર ટિમ સિફર્ટ અને ફિન એલને મળીને 3 અર્ધસદી કરી છે. તેમના પર કિવિઝ ટીમનો બેટિંગ ભાર વધુ રહેશે.

આ વખતે ન્યુઝીલેન્ડના મધ્યક્રમના બેટધરો ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલ શાનદાર દેખાવ કરી શકયા નથી. રચિને 4 મેચમાં 72 રન કર્યાં છે. જેમાં પ9 રન કેનેડા સામે છે. ન્યુઝીલેન્ડ ટીમ આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર કોલંબોમાં રમશે. બીજી તરફ પાક. ટીમનો પ્રારંભથી અહીં પડાવ છે. જે તેને ફાયદો અપાવી શકે છે.

પાકિસ્તાનની સ્પિનર ધીમી પીચ પર સારા અસરદાર રહે છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પિચ તેમને માફક આવી શકે છે. જો કે ન્યુઝીલેન્ડ પાસે પણ મિચેલ સેંટનર અને ઇશ સોઢીના રૂપમાં સારા સ્પિન બોલર છે. પાક. ટીમને ફરી એકવાર શાહબઝાદા ફરહાન પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. તે સર્વાધિક 220 રન કરી ચૂકયો છે. બાબર આઝમ માટે આ ફોર્મેટમાં છાપ છોડવાનો હવે અંતિમ મોકો બચ્યો છે. પાક. ઇલેવનમાં ફાસ્ટ બોલર શાહિન અફ્રિદીની કદાચ વાપસી થઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક