નવી દિલ્હી, તા.20: મોગલ બાદશાહ બાબરનાં નામે કોઈપણ મસ્જિદ નહીં બનાવવા દેવાની માગણી કરતી એક અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે આ અરજીને ખારિજ કરી નાખી હતી. અરજદારનાં વકીલ તરફથી એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, બાબરને આક્રાંતા ગણાવતાં તેનાં નામે કોઈ મસ્જિદ બનવા દેવી ન જોઈએ તેવો તર્ક આપ્યો હતો. બાબરે હિન્દુઓને ગુલામ કહ્યાં હતાં અને અરજીમાં આગળ કહેવાયું હતું કે, તેનાં નામે મસ્જિદ બનાવતા લોકો સામે તો કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવેલા વિધાયક હૂમાયું કબીરે બંગાળમાં બાબરી મસ્જિદની આધારશીલા રાખી છે. તેણે ત્યાં બાબરી મસ્જિદ બનાવવાની ઘોષણા પણ કરી હતી.