• બુધવાર, 01 મે, 2024

KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખનો દંડ

કોલકતા, તા.17 : કોલકતા નાઇટ રાઇડર્સ ટીમે ગઇકાલના મેચમાં સુનીલ નારાયણની ઝડપી સદીની મદદથી 6 વિકેટે 223 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આમ છતાં અંતમાં રાજસ્થાન રોયલ્સનો આખરી દડે રોચક વિજય થયો હતો. બટલરે એકલવીર બનીને 60 દડામાં 107 રનની અણનમ ઇનિંગ રમીને કેકેઆરની જીત છીનવી લીધી હતી. આ સાથે જ રાજસ્થાને આઇપીએલ ઈતિહાસના સૌથી વધુ રન લક્ષ્યાંકના રેકોર્ડની બરાબરી કરી હતી. મેચ બાદ કોલકતા ટીમને બીજો ફટકો પડયો હતો. સ્લો ઓવર રેટ સબબ રેફરીએ કેકેઆરના કપ્તાન શ્રેયસ અય્યર પર 12 લાખનો દંડ ફટકાર્યો હતો. શ્રેયસની ટીમની આ પહેલી ભૂલ હતી. રાજસ્થાન રોમાંચક જીત સાથે પોઇન્ટ ટેબલ પર 12 અંક સાથે ટોચના સ્થાને વધુ મજબૂત બન્યું છે.

મેચ બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું કે અમારી ભાવનાઓ રોલર-કોસ્ટર જેવી રહી હતી. અમે વિચાર્યું ન હતું કે આટલો સારો સ્કોર કરવા છતાં પરિણામ અમારા પક્ષમાં નહીં રહે.  અમારે આ હાર ભુલી આગળ વધવાનું રહેશે. નાની નાની ભુલોનું પણ આપે ગંભીર પરિણામ ભોગવવું પડે છે. તે આ મેચમાંથી શિખવા મળ્યું છે. મને આશા છે કે બોલરો આમાંથી બોધપાઠ લેશે. નારાયણ અમારો મૂલ્યવાન ખેલાડી છે. તેણે બેટ અને બોલથી પ્રભાવિત કર્યાં. બટલરે અમને અંતમાં ફકત એક-બે ઓવરની અંદર મેચ બહાર કરી દીધા.

 

ઇ-પેપરના નવા શુલ્ક