• મંગળવાર, 30 એપ્રિલ, 2024

હવે પછીનું લક્ષ્ય 300 રન : ટ્રેવિસ હેડની ગર્જના

બેંગ્લુરુ, તા.16: આઇપીએલના ગઈકાલના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર 3 વિકેટે 287 રન કર્યો હતો. જેમાં ટ્રેવિસ હેડની 39 દડામાં વિસ્ફોટક સદી મુખ્ય હતી. બેંગ્લુરુ સામેની 2પ રનની જીત બાદ ટ્રેવિસ હેડે કહ્યંy હવેનું અમારું લક્ષ્ય 300 રન છે. હેડે તેના કેપ્ટન પેટ કમિન્સ અને કોચ ડેનિયલ વિટ્ટોરીની પ્રશંસા કરતા કહ્યંy કે તેઓ તમામ બેટરને આઝાદીથી રમવાની છૂટ આપે છે. તેણે કહ્યંy હવે અમારા સ્કોરની આગળ ત્રણના આંકડાની જરૂર છે. અમે હંમેશાં રમતમાં આગળ રહેવા માગીએ છીએ. આથી પહેલા દડાથી જ હિટિંગ શરૂ કરીએ છીએ. મને ખબર છે કે દરેક મેચમાં આવી ગેરેંટી આપી શકાય નહીં. જો કે હાલ તો અમે સારો સ્કોર બનાવી રહ્યા છીએ. ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નેપાળનાં નામે છે. તેણે એશિયન ગેમ્સમાં મંગોલિયા વિરુદ્ધ 3 વિકેટે 314 રન કર્યા હતા. હૈદરાબાદે આ ફોર્મેટનો બીજો સૌથી મોટો 287 રનનો સ્કોર બનાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક