• મંગળવાર, 30 એપ્રિલ, 2024

38 વર્ષીય દિનેશ કાર્તિકનો 108 મીટરનો છક્કો T-20 વિશ્વ કપ ટીમમાં સામેલ કરો : રાયડુની અપીલ

બેંગ્લુરુ, તા.16: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધના હાઇ સ્કોરિંગ મેચમાં 3પ દડામાં 83 રનની વિસ્ફોટક ઇનિંગ રમવા છતાં ‘ઓલ્ડ હોર્સ’ દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને જીત અપાવી શક્યો ન હતો. 287 રનના વિશાળ અને ઘણા કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા બેંગ્લુરુ ટીમના 20 ઓવરના અંતે 7 વિકેટે 262 રન થયા હતા. 38 વર્ષીય કાર્તિકે તેની ઇનિંગમાં પ ચોક્કા અને 7 ગગનચૂંબી છક્કા ફટકાર્યા હતા. આ દરમિયાન દિનેશ કાર્તિકે આરસીબીની ઇનિંગ દરમિયાન 16મી ઓવરમાં ટી. નટરાજનના દડામાં જોરદાર હિટ લગાવીને બોલ સ્ટેડિયમની છત પર મોકલી દીધો હતો. તેણે 108 મીટરનો છક્કો ફટકાર્યો હતો. જે આઇપીએલ-2024 સીઝનનો સૌથી વધુ અંતરનો છક્કો છે. દિનેશ કાર્તિકે હૈદરાબાદના હેનરિક કલાસેનનો રેકોર્ડ તોડયો હતો. તેણે આ જ મેચમાં 106 મીટરનો છકકો ફટકાર્યો હતો. કેકેઆરના વૈંકટેશ અય્યર અને એલએસજીના નિકોલસ પૂરન પણ 106 મીટરનો છક્કો વર્તમાન સીઝનમાં લગાવી ચૂક્યા છે જ્યારે મુંબઈના ઓપનર ઇશાન કિશને હૈદરાબાદ વિરુદ્ધ 103 મીટરનો છક્કો ફટકાર્યો હતો. 

દિનેશ કાર્તિક આઇપીએલની વર્તમાન સીઝનમાં 7 ઇનિંગમાં 262 રન કરી ચૂક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ 20પ.4પ છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અંબાતિ રાયડુએ કાર્તિકની ટી-20 વિશ્વ કપ ટીમમાં પસંદગી કરવાની તરફેણ કરી છે. તેણે કહ્યંy કે તેની પાસે આખરી વિશ્વ કપ રમી ભારતને વિજેતા બનાવવાનો સોનેરી મોકો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક