• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ગાયકવાડ સૌથી ઝડપી 4000 રન કરનારો ભારતીય ક્રિકેટર

નવી દિલ્હી, તા. 2: ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ટી20માં સૌથી ઝડપથી 4000 રન પૂરા કરનારો ભારતીય ક્રિકેટર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલા ચોથા મેચ દરમિયાન તેણે આ ખાસ ઉપલબ્ધી મેળવી હતી. ગાયકવાડે આ મામલે બે દિગ્ગજ બેટ્સમેન કે એલ રાહુલ અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. આ પહેલા કે એલ રાહુલનાં નામે સૌથી ઝડપી 4000 રન કરવાનો રેકોર્ડ હતો. કેએલ રાહુલે 117 ઇનિંગમાં 4000 રન પૂરા કર્યા હતા. જો કે ગાયકવાડે માત્ર 116 ઇનિંગમાં આ કમાલ કરી છે. ગાયકવાડે ચોથા ટી20 મેચમાં સાત રન કરતા જ 4000 રન પૂરા કર્યા હતા.

 

Budget 2024 LIVE