-
પીએનજી નેટવર્ક નજીક વસતા
60 લાખ પરિવારોને સરકારે કહ્યું, ગેસનું પાઈપલાઈન જોડાણ સતત પુરવઠો સુનિશ્ચિત કરશે
નવી
દિલ્હી, તા.14: ઈરાન અને અમેરિકા, ઈઝરાયલ વચ્ચે છેડાયેલી જંગનાં હિસાબે એલપીજી ગેસ
સિલિન્ડરનું સંકટ ગંભીર બની રહ્યું છે. કોઈ અછત ન હોવાનાં સરકારનાં દાવા વચ્ચે પણ દેશનાં
વિભિન્ન ભાગોમાં ગેસનાં બાટલાંની તંગી અને કાળાબજારીનાં સમાચારો આવી રહ્યાં છે. આ સ્થિતિ
વચ્ચે હવે કેન્દ્ર સરકારે પાઈપથી મળતા રાંધણ ગેસ(પીએનજી)નાં નેટવર્કની નજીક રહેતા આશરે
60 લાખ પરિવારોને આ સુવિધાને અપનાવી લેવાનો અનુરોધ
કર્યો
છે.
પેટ્રોલિયમ
અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, પીએનજીની
લાઈન નીકળતી હોય તેવા વિસ્તારોમાં રહેતા પરિવારો જો પીએનજી કનેક્શન અપનાવી લે તો તેમને
લાભ થઈ શકે છે. આનાથી તેમને ગેસનો પુરવઠો સતત મળતો રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં
અત્યારે 33.37 કરોડ એલપીજી વપરાશકારો છે. જેમાંથી 1.પ કરોડ લોકોને તેમનાં ઘરે પાઈપથી
રાંધણ ગેસનો પુરવઠો મળે છે.
આ સાથે
જ સરકારે સંગ્રહખોરી અને કાળાબજાર સામે પણ ચેતવણી આપી છે. સરકારે કહ્યું છે કે, પશ્ચિમ
એશિયામાં યુદ્ધનાં કારણે સર્જાયેલા સંકટનો જો કોઈ ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરશે તો તેની
સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.