• રવિવાર, 15 માર્ચ, 2026

ઉત્તર કોરિયાએ જાપાન તરફ દાગી 10 મિસાઈલ

- અખાતમાં ચાલતા યુદ્ધ વચ્ચે દુનિયામાં નવી ચિંતા : અમેરિકા અને દક્ષિણ કોરિયાની કૂટનીતિથી ભડક્યા કિમ જોંગ ઉન

નવી દિલ્હી, તા.14: અખાતમાં યુદ્ધની તંગદિલી વચ્ચે ઉત્તર કોરિયાએ ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. કિમ જોંગ ઉનનાં દેશે પૂર્વ સાગરમાં જાપાન તરફ 10થી વધુ બેલિસ્ટિમ મિસાઈલો દાગીને સનસનાટી મચાવી દીધી છે.

દક્ષિણ કોરિયાની સેનાનાં જણાવ્યા અનુસાર આ મિસાઈલ આજે બપોરે 1.20 કલાકનાં સુમારે રાજધાની પ્યોંગયાંગનાં સુનાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. જાપાનનાં સંરક્ષણ મંત્રાલયે પણ પુષ્ટિ આપી હતી કે, આ મિસાઈલો સમુદ્રમાં પડી હતી.

ઉત્તર કોરિયાએ આજે દાગેલી મિસાઈલ ચાલુ વર્ષનું સૌથી મોટું પરીક્ષણ હતું. આ મિસાઈલ અખતરાનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કેમ કે વ્હાઈટ હાઉસમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાનાં પ્રધાનમંત્રી કિમ મિન સીઓક વચ્ચે અચાનક મુલાકાતનાં એક દિવસ બાદ જ આ હરકત કરવામાં આવી છે. ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયાની આ કૂટનીતિનાં 24 કલાકમાંથી મિસાઈલો વરસાવીને સંકેત આપી દીધો છે કે, તે કોઈ સાથે વાતચીતનાં મૂડમાં નથી.  નિષ્ણાતોનું માનવું છે કે, આ મિસાઈલ લોન્ચ 9 માર્ચથી શરૂ થયેલા દક્ષિણ કોરિયા-અમેરિકાનાં સંયુક્ત સૈન્ય અભ્યાસ વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા પણ છે. ઉત્તર કોરિયા આ સૈન્ય કવાયતને તેનાં ઉપર આક્રમણની પૂર્વતૈયારી ગણાવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક