અલ્કરાજ,
સિનર અને મેદવેદેવ પણ સેમિમાં
કેલિફોર્નિયા
તા.13: નંબર વન સ્પેનનો કાર્લોસ અલ્કરાજ, ઇટાલીનો વિશ્વ નંબર 2 યાનિક સિનર ઇન્ડિયન
વેલ્સ ટેનિસ ઓપન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. જર્મનીના એલેકઝાંડર ઝેવરેવ
અને રશિયાના દાનિલ મેદવેદેવ પણ અંતિમ-4 રાઉન્ડમાં પ્રવેશ્યા છે.
ઝેવરેવે
કવાર્ટર ફાઇનલમાં આર્થર ફિલ્સને 6-2 અને 6-3થી હાર આપી હતી. આ સાથે જ તે એટીપીની તમામ
9 ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચનારો વિશ્વનો ફકત પાંચમો ખેલાડી બન્યો છે. અગાઉ
આ રેકોર્ડ રાફેલ નડાલ, નોવાક જોકોવિચ, રોઝર ફેડરર અને એન્ડી મરે બનાવી ચૂક્યા છે. ઝેવરેવની
સેમિ ફાઇનલમાં ટક્કર સિનર સામે થશે. સિનરે અમેરિકી ખેલાડી લર્નર ટિએનને 6-1 અને 6-2થી
હાર આપી હતી. જયારે જોકોવિચને હાર આપનાર બ્રિટીશ ખેલાડી જેક ડેપર રૂસી ખેલાડી મેદવેદેવ
સામે 1-6 અને પ-7થી હારી બહાર થયો હતો. મેદવેદેવ સેમિમાં નંબર વન અલ્કારાજ સામે ટકરાશે.
તેનો ક્વાર્ટરમાં બ્રિટનના કેમરૂન નોરી વિરુદ્ધ 6-3 અને 6-4થી વિજય થયો હતો. મહિલા
વિભાગમાં એલિના રાયબાકિના અને એલિના સ્વિતોલિના સેમિમાં પહોંચી છે.