‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની
સૌથી મોટું અને મોંઘુ એરક્રાફટ કેરિયર છે, તેની લંબાઈ 333 મીટર છે
વોશિંગ્ટન,
તા.13 : અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ
‘ઞજજ ગેરાલ્ડ આર. ફોર્ડ’ (ઈટગ-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં
તૈનાત આ વિશાળ એરક્રાફટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના યુદ્ધ
સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા
અનુસાર, 12 માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ
પર આગ લાગી હતી. આગની શરૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી.
આ અકસ્માતમાં
અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝયા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે. અમેરિકાએ
દાવો કર્યો છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્ત્વની વાત
એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી.