લતીપુર, તા.13 : લતીપુર-ધ્રોલ
હાઇવે પર લતીપુરથી બહાર સંસ્કાર એજ્યુકેશન સ્કૂલ પાસેના સ્પીડબ્રેકર પર ઉછળીને બાઈક
ઇકો કારમાં ઘૂસી જતા બાઇક પર સવાર બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇકો ગાડીમાં
પણ એક મુસાફરોને ઈજા થઈ હતી.
મારુતિ ઇકો જી.જે.36-બી7925 ગાડી
લતીપુરથી ધ્રોલ તરફ જઈ રહી હતી ત્યારે સામે બાજુથી આવતા મોટરસાઇકલ નંબર જી.જે.03 એફ.એ.7013
ત્યાં રહેલા સ્પીડ બ્રેકર પર જોરથી ઉછળીને કાબૂ ગુમાવતા સામેથી આવતી ઇકો કારમાં ઘૂસી
જતા ભયાનક અકસ્માત થયો છે. ત્યાંથી પસાર થતા લતીપુરના મહેન્દ્ર આણદાણીએ તાત્કાલિક
108ને જાણ કરતાં કાનમાંથી લોહી નીકળી રહેલા મોટરસાઇકલ ચાલકનને સારવાર માટે જતી રહી
હતી. એક મુસાફરને 108 ન લઈ જતા તેને કોઈ ખાનગી કારમાં ધ્રોલ હોસ્પિટલે ખસેડાયો હતો.
108ના ડ્રાઇવર અને સાથે રહેલી નર્સે જણાવ્યું હતું કે, માત્ર એક જ મુસાફરને લઈ જઈ શકીએ,
બે વ્યક્તિને નહીં, ઘણી મનામણી છતાં તે લોકો બીજા ગંભીર મુસાફરનો પણ એક પગ તૂટી ગયો
હતો છતાં તેને ન લઈ ગયા હતા. આ સ્પીડ બ્રેકર ઉપર અગાઉ પણ પાંચ-છ અકસ્માતો થયા છે. સ્ટેટ
હાઇવે નંબર 22 પર ત્રણ સ્પીડ બ્રેકર ખોટી રીતે તાજેતરમાં જ કરવામાં આવ્યા છે. જે અંગે
ઘણી ફરિયાદો કરવા છતાં દૂર કરવામાં આવ્યા નથી.