જેતપુર,તા.14
જેતપુરમાં કેબલ નેટવર્કનું કામ કરતા આધેડે
વ્યાજખોરોના ત્રાસથી ફિનાઇલ પી લેતા આધેડના પુત્રએ ચાર વ્યાજખોરો સામે મુદ્દલ કરતા
પણ વધુ વ્યાજ વસૂલી હજુ વ્યાજ મુદ્દલ બંને આપવા મુદ્દે હાથ પગ ભાંગી નાંખવાની, કિડની
વેચીને પણ પૈસા આપ જેવી ધમકી આપી કોરા સહી કરાવેલ ચેક લઈ લીધાની સીટી પોલીસ સ્ટેશનમાં
ફરીયાદ નોંધાવી હતી.
કેબલ નેટવર્કનું કામ કરતા જયદીપભાઈ સંજયભાઈ
વસાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ, કે તે તેમના પિતા સંજયભાઈ સાથે
કેબલ નેટવર્કનું કામ કરે છે. જેમાં તેના પિતાને ધંધા માટે પૈસાની જરૂર હોય તેઓએ વ્યાજ
વટાઉનો ધંધો કરતા મહાવીરાસિંહ ચુડાસમા પાસેથી સાડા ચાર લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતાં.
જેમાં ફરીયાદી વ્યાજના માસીક 13,500 દર મહિને મહાવીરાસિંહની ખોડલ હોટેલે આપી આવતો.
પરંતુ ધંધામાં ખોટ આવતા મહાવીરાસિંહનું વ્યાજ ભરવા અશ્વિન સિંધી અને અશોકભાઈ સરવૈયા
બંને પાસેથી માસીક ચાર ટકા વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા વ્યાજે લીધેલ પરંતુ વ્યાજને
ઘોડા પણ ન પહોંચે તેમ હવે ત્રણ શખ્સોના વ્યાજને પહોચી શકાતું ન હોય દેસાઈવાડી વિસ્તારમાં
રહેતા અને અમરનગર રોડ પર દેવાંગી વ્યાજ વટાઉની ઓફીસ ધરાવતા ભરત ઉર્ફે ભયકુ વાંક પાસેથી ચોવીસ ટકા વ્યાજે પચાસ હજાર રૂપિયા
લીધેલ હતાં. જેમાં મહાવીરાસિંહને સાડા ચાર લાખના ત્રણ લાખ, અશ્વિન સિંધી અને અશોકભાઈ
સરવૈયાને સાડા ચાર લાખના ત્રણ લાખ તેમહ ભયકુને પચાસ હજારના 1,38,000 લાખ રૂપિયા ચૂકવી
દીધા બાદ પિતાને ધંધામાં નુક્શાન થતાં સમયસર વ્યાજ ચૂકવી ન શકતા અને વ્યાજ માફી માટે
વ્યાજખોરો પાસે પિતા પુત્ર ગયેલ તો વ્યાજ તો ચૂકવવું જ પડશે કિડની વેચી નાખો વ્યાજ
નહિ ચૂકવ્યું તો હાથ ભાંગી નાંખશું તેવી ધમકી આપતા કંટાળી ફીનાઈલ પીધું હતું.