તમામ
છ શખસ રાઉન્ડઅપ, મામલતદાર સમક્ષ રજૂ
જૂનાગઢ
તા.14: રાજકોટ જિલ્લાની એક પરિણીતા ને પરિચિતે વિસાવદર બોલાવી વિસાવદર બસ સ્ટેન્ડમાંથી
પોતાની બાઈકમાં અપરહણ કરી ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ જઈ છ શખ્સોએ સામૂહિક
દુષ્કર્મ ગુજારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે
તમામ શખ્સોને રાઉન્ડ અપ કરી મામલતદાર સમક્ષ ઓળખ પરેડની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ય વિગત પ્રમાણે યુવકે રાજકોટ જિલ્લાની એક પરિણીતા સંપર્કમાં
હોવાથી વિસાવદર બોલાવી હતી. વિસાવદર બસ સ્ટેન્ડમાંથી પોતાની બાઈકમાં અપહરણ કરી ધારીના
મોણવેલ ગામની સીમમાં લઈ જઈ તેના પર મોબાઈલ ધારક ઉપરાંત મુન્નો ભરવાડ અને અન્ય ચાર શખ્સોએ
સામૂહિક દુષ્કર્મ ગુજારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી.
આ અંગેની
મહિલાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડી.વાય. એસ.પી.હિતેષ ધાધલ્યાએ તપાસ હાથ ધરી
ગણતરીની કલાકોમાં જઘન્ય કૃત્ય આચરનારા તમામ હેવાનોની અટક કરી મામલતદાર સમક્ષ ઓળખ પરેડની
કાર્યવાહી હાથ ધરી છે આ બનાવથી વિસાવદર પંથકમાં ચકચાર ફરી વળી છે.