• રવિવાર, 15 માર્ચ, 2026

IPL માટે PSL છોડયું : મુઝરબાનીના નિર્ણયથી ભડક્યું PCB

PSLનો કોન્ટ્રાક્ટ તોડવા બદલ PCBની કાનૂની કાર્યવાહીની તૈયારી

નવી દિલ્હી, તા. 14 : કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને ટીમમાં જોડયો છે. મુઝરબાની બંગલાદેશી ફાસ્ટ બોલર મિસ્તાફિઝુર રહમાનના રિપ્લેસમેન્ટ તરીકે કેકેઆરમાં સામેલ થયો છે. મુસ્તાફિઝુરને કેકેઆરએ બીસીસીઆઈના નિર્દેશ ઉપર ટીમમાંથી રિલીઝ કર્યો હતો અને આ મુદ્દે મોટો વિવાદ થયો હતો.

છ ફૂટ આઠ ઈંચ લાંબા બ્લેસિંગ મુઝરબાનીના આઈપીએલમાં જોડાવાના નિર્ણયથી પીસીબી ભડકી ઉઠયું છે. રિપોર્ટ અનુસાર પીસીબી મુઝરબાની સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે કારણ કે મુઝરબાનીએ પીએસએલ સાથે કરેલો પોતાનો કોન્ટ્રાક્ટ તોડયો છે. બ્લેસિંગ મુઝરબાનીને ત્રણ વખતની પીએસએલ ચેમ્પિયન ઈસ્લામાબાદ યુનાઈટેડે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોરલ શમર જોસેફના રિપ્લેસમેન્ટ તરીકે 1.1 કરોડ પાકિસ્તાની રૂપિયામાં સાઈન કર્યો હતો. હવે તે પોતાનો પીએસએલ કોન્ટ્રાક્ટ છોડીને કેકેઆરમાં સામેલ થયો છે.

બ્લેસિંગ આઈસીસી ટી20 વિશ્વકપ 2026મા શાનદાર ફોર્મમાં રહ્યો હોત. તેણે 6 મેચમાં 13 વિકેટ લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે તેણે ઘાતક બોલિંગ કરતા 17 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જેના કારણે ઝિમ્બાબ્વેએ સુપર-8મા જગ્યા બનાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક