• સોમવાર, 09 નવેમ્બર, 2026

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાંથી ઇજાગ્રસ્ત રજત પાટીદાર બહાર આયુષ બદોની સામેલ; રિંકુ સિંહને વાઇસ-કેપ્ટનશીપ

નવી દિલ્હી, તા.8 : દોહા ખાતે 19 નવેમ્બરથી શરૂ થઈ રહેલા એસીસી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ પૂર્વે ભારત-અ ટીમના સ્ક્વોડમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. મીડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદારે પોતાની જૂની ઈજાઓમાંથી રિકવર થવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 50 ઓવરના ફોર્મેટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

બીસીસીઆઇની પુરુષ પસંદગી સમિતિએ પાટીદારના સ્થાને દિલ્હીના યુવા ઓલરાઉન્ડર આયુષ બદોનીનો ભારત-એ સ્ક્વોડમાં સમાવેશ કર્યો છે. આ સાથે ટીમ મેનેજમેન્ટે નેતૃત્વમાં પણ મોટો ફેરફાર કર્યો છે. ભારત-એ ટીમના નિયમિત સુકાની તિલક વર્મા રહેશે, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 ભારતીય ટીમમાં યુવા અને આક્રમક ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. જેમાં તાજેતરમાં ચર્ચામાં રહેલા અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા ટોપ ઓર્ડર બેટ્સમેનો સામેલ છે. વિકેટકાપિંગની જવાબદારી પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને સોંપવામાં આવી છે. 19 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારત-એ ટીમ ગ્રૂપ-એમાં પાકિસ્તાન-એ, યુએઈ અને નેપાળ સામે ટકરાશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક