રાજકોટ, તા.8 : ઉજાસ, આનંદ અને હર્ષોલ્લાસના પર્વ એવા દીપાવલીના તહેવારની સૌરાષ્ટ્રમાં પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વને લઈને શહેરો અને ગામડાંઓમાં દીવડા, રંગોળી અને રંગબેરંગી રોશનીથી વાતાવરણ ઝળહળી ઊઠયું હતું. મોડી સાંજથી રાત્રિ સુધી આકાશમાં આતશબાજીના નજારા જોવા મળ્યા હતા અને લોકોએ પરિવારજનો તથા મિત્રવર્તુળ સાથે તહેવારની ખુશીઓ માણી હતી.
દિવાળી
પર્વના
આગલા
દિવસે
કાળી
ચૌદશ
નિમિત્તે
વિવિધ
ધાર્મિક
કાર્યક્રમો
યોજાયા
હતા.
હનુમાનજી,
શનિદેવ,
કાળભૈરવ
અને
મહાકાળી
માતાજીનાં
મંદિરોમાં
વિશેષ
પૂજા,
હવન
અને
યજ્ઞનું
આયોજન
કરવામાં
આવ્યું
હતું.
મોટી
સંખ્યામાં
ભાવિક
ભક્તોએ
મંદિરોમાં
દર્શન
કરી
ધન્યતા
અનુભવી
હતી.
અનેક
પરિવારોએ
માતાજીને
નૈવેદ્ય
ધરાવી
સુખ-સમૃદ્ધિની
પ્રાર્થના
કરી
હતી.
દિવાળીના
દિવસે
વહેલી
સવારથી
જ
મંદિરોમાં
ભક્તિમય
માહોલ
જોવા
મળ્યો
હતો.
વેપારી
વર્ગ
માટે
વિશેષ
મહત્ત્વ
ધરાવતા
ચોપડા
પૂજનના
કાર્યક્રમો
પણ
પરંપરાગત
રીતે
યોજાયા
હતા.
વેપારીઓએ
નવાં
હિસાબી
ચોપડાંનું
પૂજન
કરી
નવા
વર્ષના
વેપાર-ધંધાની
શરૂઆત
કરી
હતી.
બદલાતા
સમયની
સાથે
હવે
ચોપડાની
સાથે
લેપટોપ,
કોમ્પ્યુટર
અને
અન્ય
ઇલેક્ટ્રોનિક
ઉપકરણોનું
પણ
પૂજન
કરવામાં
આવતું
જોવા
મળ્યું
હતું.
ઠેરઠેર
ઘરો,
દુકાનો
અને
બજારોને
રોશનીથી
શણગારવામાં
આવ્યાં
હતાં.
લોકોએ
એકબીજાને
દિવાળીની
શુભેચ્છાઓ
પાઠવી
મીઠાઈ
અને
ભેટસોગાદોની
આપ-લે
કરી
હતી.
દીવડાંની
રોશની,
આતશબાજી,
ધાર્મિક
પરંપરા
અને
પારિવારિક
મિલનના
સંગમ
સાથે
ભાવનગર
સહિત
સમગ્ર
સૌરાષ્ટ્રમાં
દીપાવલીનું
પર્વ
આનંદ,
ઉમંગ
અને
હર્ષોલ્લાસભર્યા
વાતાવરણમાં
ઉજવણી
કરવામાં
આવી
હતી.
ભાવનગર
:
શહેરમાં
દિવાળીની
રાત્રે
વિશેષ
રોનક
જોવા
મળી
હતી.
ઘોઘાગેટ,
દિવાનપરા
રોડ,
વોરાબજાર
અને
પીરછલ્લા
શેરી
સહિતના
વિસ્તારોમાં
લોકોની
ભારે
ભીડ
ઉમટી
પડી
હતી.
પરિવારજનો
અને
મિત્રો
સાથે
શહેરીજનોએ
શહેરના
‘મેરી-ગો-રાઉન્ડ’માં
ફરીને
તહેવારનો
આનંદ
માણ્યો
હતો.
બાળકોમાં
ફટાકડા
ફોડવાનો
ઉત્સાહ
જોવા
મળ્યો
હતો,
જ્યારે
યુવાનો
અને
વડીલોએ
પણ
આતશબાજી
તથા
રોશનીનો
આનંદ
માણ્યો
હતો.
જૂનાગઢ
:
શહેરમાં
પ્રકાશ
પર્વ
દિવાળીની
નગરજનોએ
આતશબાજી
અને
રોશની
સાથે
ભવ્ય
ઉજવણી
કરી
હતી.
મોડી
રાત
સુધી
આકાશ
રંગબેરંગી
આતશબાજીથી
ઝળહળી
ઊઠયું
હતું.
શહેરમાં
ઠેરઠેર
રંગોળી
અને
તોરણોથી
શણગાર
કરાયો
હતો.
આવતીકાલે
વિરામ
બાદ
મંગળવારે
નૂતન
વર્ષની
ઉજવણી
થશે.
લોકો
પરસ્પર
શુભેચ્છા
પાઠવશે
અને
વિવિધ
સમાજનાં
સ્નેહમિલનો
યોજાશે.
આજે
પડતર
દિવસ
‘ધોકો’,
કાલે
નૂતન
વર્ષ
દિવાળીના
તહેવારની
ઉજવણી
બાદ
આવતીકાલે
પડતર
દિવસ
એટલે
કે
ધોકો
હોવાથી
બજારોમાં
રાબેતા
મુજબની
ચહલપહલમાં
ઘટાડો
જોવા
મળશે.
લોકો
તહેવારની
રજાનો
આનંદ
માણશે
તેમજ
પરિવારજનો
સાથે
સમય
વિતાવશે.
તા.10ના
રોજ
નૂતન
વર્ષની
ઉજવણી
કરવામાં
આવશે.
નવા
વર્ષના
આગમનને
લઈને
લોકોમાં
ભારે
ઉત્સાહ
જોવા
મળી
રહ્યો
છે.
મંદિરોમાં
દર્શન,
એકબીજાને
શુભેચ્છાઓ
પાઠવવા
તેમજ
સ્નેહમિલનના
કાર્યક્રમો
સાથે
નૂતન
વર્ષની
હર્ષોલ્લાસભેર
ઉજવણી
કરાશે.