• સોમવાર, 09 નવેમ્બર, 2026

રાજ્યની સરકારી હોસ્પિટલો અને 1494 એમ્બ્યુલન્સમાં બર્ન કેસ માટે વિશેષ સુવિધા

દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108-ઊખજ ટીમ સંપૂર્ણ સજ્જ: ઝીરો લીવ પોલિસી અને અદ્યતન ટેક્નોલોજીથી અવિરત સેવાઓ સુનિશ્ચિત

અમદાવાદ, તા.8 : દીપાવલી અને નૂતન વર્ષની ઉજવણીના સુભગ અવસરે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ અવિરત અને સુદ્રઢ બની રહે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને સુરત ખાતેથી રાજ્યભરના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગની ટીમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, તમામ સિવિલ હોસ્પિટલોના સુપ્રિન્ટેન્ડન્ટ્સ તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાના વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દીપાવલીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ પણ સ્થળે આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે  તે અત્યંત જરૂરી છે. આથી, મંત્રીએ તમામ તબીબો અને હેલ્થકેર સ્ટાફને વેકેશનના દિવસોમાં પણ સેવા અને સમર્પણની ભાવના સાથે તત્પર રહેવા અને પોતાની ફરજ પર હાજર રહેવા ખાસ તાકીદ કરી હતી. ફટાકડાથી દાઝવા, અકસ્માત કે અન્ય આરોગ્ય વિષયક કટોકટીના કિસ્સાઓમાં સમયસર સારવાર મળી રહે તે માટે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા સેન્ટર, બ્લડ બેંક અને 108 એમ્બ્યુલન્સ સેવાઓને 24ડ્ઢ7 કાર્યરત રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.

  હોસ્પિટલોમાં તબીબી સ્ટાફ, દવાઓ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ઓઇન્ટમેન્ટ્સ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં 108 ઇમરજન્સીની 1,494 એમ્બ્યુલન્સ ગાડીઓ રાત્રિના સમયે સતત કાર્યરત રહેશે. ઇમરજન્સી કોલ્સની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 108ના કોલ સેન્ટર ખાતે વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના સંકલનથી 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી પરિસ્થિતિ માટે સરકારી હોસ્પિટલોમાં જરૂરી તમામ દવાઓ અને મેડિકલ સ્ટાફની પૂરતી ઉપલબ્ધતા સાથે બર્ન્સ કેસમાં વિશેષ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક