• સોમવાર, 09 નવેમ્બર, 2026

દેશભરમાં 3280 ટન ખરાબ ખોરાક જપ્ત

તહેવારોમાં ભેળસેળિયા પદાર્થો રોકવા ‘ફસાઇ’ દ્વારા કાર્યવાહી

નવી દિલ્હી, તા. 8 : તહેવારો દરમ્યાન ભેળસેળ પર રોક મૂકી, ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવા માટે દેશભરમાં છેડાયેલાં અભિયાન હેઠળ ભેળસેળવાળી 3280 ટન ખાદ્ય સામગ્રી જપ્ત કરાઇ છ.

જપ્ત કરાયેલી આ ખાદ્ય સામગ્રીની કિંમત 82 કરોડ રૂપિયા છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ફસાઇ)એ 60 દિવસ સુધી અભિયાન ચલાવીને આ કાર્યવાહી કરી હતી.

આ અભિયાનમાં કુલ 56 હજારથી વધુ દુકાનોની તપાસ કરાઇ હતી. તપાસ દરમ્યાન પનીર, ઘી, દૂધ અને મીઠાઇઓ સહિત 11 ઉત્પાદનો માપદંડો પર ખરાં ઊતર્યાં નહોતાં.

‘ફસાઇ’એ જણાવ્યું હતું કે, પહેલી સપ્ટેમ્બરથી પાંચમી નવેમ્બર દરમ્યાન દેશભરમાં 56,431 દુકાનોની તપાસ કરાઇ હતી.

‘ફસાઇ’ પાસે જરૂર પડયે ભેળસેળિયા ખાદ્ય પદાર્થ વેચતી દુકાનોને સીલ કરવાનો અધિકાર છે.

જો કે, ‘ફસાઇ’ પાસે કોઇ વ્યક્તિને સીધો જેલમાં મોકલવાનો અધિકાર નથી. ‘ફસાઇ’એ અભિયાનની સફળતા બાદ હવે લોકોમાં જાગૃતિ લાવતાં અભિયાનો છેડવાનો નિર્ણય લીધો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક