પૂર્વ
ક્રિકેટરે કહ્યું, ફાસ્ટ બોલરોની પીચનો ભારતે ભરપૂર ફાયદો ઉઠાવ્યો
નવી
દિલ્હી, તા. 8 : શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજો વનડે જીતીને પાંચ મેચની
શ્રેણીમાં 2-0થી બઢત બનાવી છે. વરસાદથી પ્રભાવિત બન્ને મુકાબલામાં ભારતીય ફાસ્ટ બોલરોએ
મેજબાન ટીમની હાલત ખરાબ કરી હતી. હવે આ મામલે ભારતીય ક્રિકેટર અને વર્તમાન એક્સપર્ટ
અતુલ વાસને ન્યુઝિલેન્ડ ક્રિકેટને ચેતવણી આપી છે. વાસનના કહેવા પ્રમાણે કીવી ટીમે શ્રેણીમાં
ફાસ્ટ બોલરોને મદદ કરતી પીચ બનાવીને ભારત માટે ખાડો ખોદ્યો હતો પણ પોતે જ તેમાં પડી
છે કારણ કે ભારતીય બોલરો સારૂં પ્રદર્શન કરી
રહ્યા
છે.
વાસને
ન્યુઝિલેન્ડ ક્રિકેટ ઉપર ક્રિકેટની ગુણવત્તા ઓછી કરવા બદલ ચેતવણી પણ આપી હતી.અતુલ વાસને
કહ્યું હતું કે, ન્યુઝિલેન્ડ ફાસ્ટ બોલરની પીચ આપશે તે પોલિસી સાફ છે. જો કે ન્યુઝિલેન્ડે
જે ખાડો ખોદી રાખ્યો તેમાં પોતે જ પડયું છે. પેસ અને બાઉન્સ મામલે ભારતીય બોલરોમાં
પણ એક્સ ફેક્ટર આવી ગયું છે. પહેલા વિદેશ જતા અન્ય ટીમો આવી પીચનો ફાયદો ઉઠાવતી હતી
પણ હવે ઈન્ડિયન સ્ક્વોડ પણ ફાયદો ઉઠાવી રહી છે.