એલકે અડવાણીની રાજકીય સફરને આર્ટિકલના
માધ્યમથી મોદીએ યાદ કરી
નવી
દિલ્હી, તા. 8 : ભારત રત્નથી સન્માનિત ભાજપના સિનિયર નેતા અને દેશના પૂર્વ ઉપ વડાપ્રધાન
લાલકૃષ્ણ આડવાણી રવિવારે 99 વર્ષના થયા છે. તેમણે પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ
કર્યો છે. આડવાણીના જન્મદિવસે પીએમ મોદીએ શુભકામનાઓ આપી હતી અને ભાવુક આર્ટિકલ પણ લખ્યો
હતો. પીએમ મોદીએ લાલકૃષ્ણ આડવાણીના રાજકીય સંઘર્ષને યાદ કર્યો હતો. મોદીએ લખ્યું હતું
કે, 8 નવેમ્બર મહત્વનો દિવસ છે. એલકે આડવાણી 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ
તકે તેમને શુભકામનાઓ. મોદીએ કહ્યું હતું કે, આડવાણીએ હાથ પકડીને તેઓને રાજનીતિ શિખવાડી
છે.
પીએમ
મોદીએ પોતાના લેખમાં લાલકૃષ્ણ આડવાણીના રાજનીતિક સફરને યાદ કર્યા છે. તેમણે લખ્યું
છે કે આડવાણીએ ભાગલાના ડરનો સામનો કર્યો છે અને નવેસરથી જીવન બનાવ્યું છે. જનસંઘને
મજબુત કર્યો અને ભાજપ બનાવી હતી. કટોકટી દરમિયાન લોકતંત્ર માટે અવાજ ઉઠાવ્યો હતો. સોમનાથથી
અયોધ્યા સુધી રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું અને સરકારમાં દેશની સેવા કરી છે.
પીએમ
મોદીએ કહ્યું હતું કે આડવાણી જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ કેટલો સુખદ
સંયોગ છે કારણ કે દિવાળીનું પર્વ પણ છે. પ્રભુ શ્રીરામ અને દિવડાના ઉત્સવ સાથે જીવનનો
મહત્વપૂર્ણ પડાવ જોડાયો છે. જે દિવસને વધારે યાદગાર બનાવે છે. આડવાણીએ તેમને હાથ પકડીને
રાજનીતિ શિખવાડી છે અને દરેક પગલે માર્ગદર્શન આપ્યું છે.