• રવિવાર, 08 નવેમ્બર, 2026

ઝિમ્બાબ્વે સામે ત્રીજા દિવસે અફઘાનિસ્તાનના 7 વિકેટે 402

શારજાહ, તા.7 : ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ ઊભા કરેલા 504 રનના જંગી સ્કોર સામે અફઘાનિસ્તાને વળતો પ્રહાર કર્યો છે. ત્રીજા દિવસના અંતે અફઘાન ટીમે 7 વિકેટે 402 રન બનાવી લીધા છે અને તે હજુ 102 રન પાછળ છે. અફઘાનિસ્તાન તરફથી ઓપનર સેદિકુલ્લાહ અટલે 105 રન ફટકાર્યા હતા. ત્યારબાદ રહેમાનુલ્લાહે 113 કર્યા હતા. સુકાની રહમત શાહે 94 રન બનાવી એક છેડો સાચવી રાખ્યો છે. વિકેટકીપર ઇકરામ અલીખીલે 40 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે વતી બાલિંગમાં એન. ન્યામહુરીએ 4 વિકેટો ઝડપી હતી. ગ્રીમ ક્રેમરને 2 સફળતા મળી હતી. દિવસના અંતે રહમત શાહ (94*) અને ઝિયા-ઉર-રહેમાન (0*) ક્રિઝ પર રમી રહ્યા હતા. હવે ચોથા દિવસે અફઘાન ટીમ સરસાઈ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક