પહેલી
ઈનિંગમાં 387 રન કરીને સૌરાષ્ટ્રની આસામ ઉપર લીડ : બીજા દાવમાં આસામની 65 રનમાં સાત
વિકેટ
રાજકોટ,
તા. 28 : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહેલા રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે
પહેલી ઈનિંગમાં 387 રન ફટકારીને આસામ સામે 106 રનની લીડ મેળવી હતી. સૌરાષ્ટ્ર તરફથી
હેત્વિક કોટકે 80 અને પ્રેરક માંકડે 76 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જેની મદદથી સરસાઈ
મેળવવામાં મદદ મળી હતી. બાદમાં આસમનો પાર્થ ભૂતની સટિક બોલિંગ સામે ધબડકો થયો હતો અને
ત્રીજા દિવસના અંત સુધીમાં 65 રનમાં જ સાત વિકે ગુમાવી હતી. જેમાંથી છ વિકેટ પાર્થ
ભૂતે લીધી હતી.
સૌરાષ્ટ્રની
ટીમે ત્રીજા દિવસની શરૂઆત ચાર વિકેટના નુકસાને 165 રને કરી હતી. જેમાં હેત્વિક કોટક
અને અર્પિત વસાવડા અનુક્રમે 65 અને 12 રને નોટઆઉટ હતા. ત્રીજા દિવસે હેત્વિક 255 બોલમાં
80 રન કરીને આઉટ થયો હતો. જ્યારે પ્રેરક માંકડે 92 બોલમાં 76 રન કર્યા હતા. આ ઉપરાંત
અર્થ યાદવે 46, અર્પિત વસાવડાએ 37, સાગર ગજ્જરે 36 અને કેપ્ટન જયદેવ ઉનડકટે 26 રન કર્યા
હતા. આસામ તરફથી મોહિત ઠાકુરે ચાર વિકેટ લીધી હતી. જ્યારે હ્રીદીપ ડેકાએ 3 શિકાર કર્યા
હતા.
ત્રીજા
દિવસના અંત સુધીમાં આસામે સાત વિકેટના નુકસાને 65 રન કરી લીધા હતા. જેમાં પાર્થ ભૂતે
છ વિકેટ લઈને આસામને હારની કગારે લાવી દીધું હતું. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ
લીધી હતી. તેવામાં ચોથા દિવસે આસામની હાર નિશ્ચિત હોય તેવું લાગી રહ્યું છે.