યૂપીએ
1.10 કરોડમાં સોફીને ટીમમાં સામેલ કરી : કિરણ નવગિરે માટે પણ ઉંચી બોલી
નવી
દિલ્હી, તા. 28 : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2027)ના મિની ઓક્શનમાં પાંચ ટીમોએ
મળીને કુલ 25 ખેલાડીઓ ઉપર દાવ લગાડયો હતો. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર
સોફી મોલિનક્સ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને યૂપી વચ્ચે જોરદાર બિડિંગ યુદ્ધ જોવા
મળ્યું હતું. 50 લાખથી શરૂ થયેલી બોલી 40 સેકન્ડમાં
95 લાખે પહોંચી હતી. આરસીબીએ 1.05 કરોડ સુધી જોર લગાડયું હતું પણ અંતે યુપી વોરિયર્સે
1.10 કરોડની બોલીથી મોલિનક્સને પોતાની સાથે જોડી હતી.
યૂપી
વોરિયર્સે પોતાની જુની સ્ટાર ખેલાડી ગ્રેસ હેરિસને પણ 30 લાખ રૂપિયામાં ફરી ટીમમાં
સામેલ કરી હતી. આરસીબી સાથે 2026માં ખિતાબી સફરમાં સામેલ હેરિસને એલિસ પેરીની વાપસીના
કારણે રિલીઝ કરવી પડી હતી. હવે તે મેગ લેનિંગ અથવા પ્રતિકા રાવલ સાથે યૂપી માટે ઓપનિંગ
કરતી જોવા મળી શકે છે. આ ઉપરાંત યૂપીએ 10 વર્ષ પછી વાપસી કરી રહેલી ભારતીય વિકેટકીપર
બેટર સુષ્મા વર્માને 30 લાખમાં ખરીદી હતી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે વિદર્ભની સ્ટાર
બેર દિશા કસાટને 10 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદીને મોટો દાવ રમ્યો હતો.
ભારતીય
પાવર હિટર કિરણ નવગિરે માટે પણ ઓક્શન હોલમાં જોરદાર હલચલ રહી હતી. 40 લાખની બેઝ પ્રાઈસથી
શરૂ થયેલી જંગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને આવ્યા હતા. કિંમત
70 લાખે પહોંચતા જ સીમિત પર્સના કારણે મુંબઈએ પીછેહઠ કરી હતી અને દિલ્હી કેપિટલ્સે
75 લાખમાં કિરણને ટીમમાં સામેલ કરી હતી.
મુંબઈ
ઈન્ડિયન્સ
ખેલાડી કિંમત
દિશા
કસાટ 30 લાખ
લતિકા
ઈમાનદાર 10 લાખ
ભારતી
રાવલ 10 લાખ
સાનિકા
ચાલ્કે 10 લાખ
શ્વેતા
સહરાવત 20 લાખ
અક્ષિતા
ભગત 10 લાખ
રિટેન
: મેલી કેર, હેલે મેથ્યૂઝ, નેટ સાઈવર-બ્રન્ટ,નિકોલા કેરી, અમનજોત કોર, હરમનપ્રીત કૌર,
રાહિલા ફિરદૌસ, એસ સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, વૈષ્ણવી શર્મા, તારા નોરિસ
યૂપી
વોરિયર્સ
ખેલાડી કિંમત
સોફી
મોલિનક્સ 1.10 કરોડ
સ્નેહ
રાણા 30 લાખ
ગ્રેસ
હારિસ 30 લાખ
સુષ્મા
વર્મા 30 લાખ
કેથરીન
બ્રાઈસ 10 લાખ
મનાલી
દક્ષિણી 10 લાખ
સહાના
પવાર 10 લાખ
આશા
શોભના 30 લાખ
રિટેન
: મેગ લેનિંગ, ફોબે લિચફિલ્ડ, સોફી એક્લેસ્ટોન, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ
ગૌડ, પ્રતિકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ
દિલ્હી
કેપિટલ્સ
ખેલાડી કિંમત
કિરણ
નવગિરે 75 લાખ
ઉમા
કાશવી 10 લાખ
ક્રિસ્ટી
ગોર્ડન 10 લાખ
નજમા
ખાન 10 લાખ
રિટેન
: એનાબેલ સદરલેન્ડ, ચિનેલે હેનરી, લોરા વોલવાર્ડટ, લુસી હેમિલ્ટન, મારિજેન કેપ, દીયા
યાદવ, જેમિકા રોડ્રિગ્સ મમતા માદીવાલા, મિન્નૂ
મણિ, એન શ્રીચરણી, નંદની શર્મા, નિકી પ્રસાદ, શેફાલી વર્મા
રોયલ
ચેલેન્જર્સ બેંગલોર
ખેલાડી કિંમત
જેસ
જોનાસેન 40 લાખ
તેજલ
હસબનીસ 30 લાખ
વૃંદા
દિનેશ 10 લાખ
ક્લો
ટ્રાઈઓન 30 લાખ
રિટેન
: એલિસ પેરી, જોર્જિયા, લોરેન બેલ, નાદિની ડી ક્લર્ક, અરુંધતિ, પૂજા વત્રાકર, પ્રથ્યોષા
કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, ઋચા ઘોષ,સયાલી સતઘરે, શ્રેયંકા પાટિલ, સ્મૃતિ મંધાના.