કબાટમાંથી
સોનાના દાગીના અને રોકડ સહિત 93 હજારની ચોરી
ભાવનગર,
તા. 28: ભાવનગર જિલ્લાના ધોળા ગામે સગા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી મામાના
ઘરે મહેમાન બનીને આવેલી ભાણી કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ
જતાં ચકચાર મચી છે. આ મામલે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી
વિગતો મુજબ, ધોળા ગામે રહેતા વિપુલભાઈ હિંમતભાઈ સોલંકીના ઘરે તેમની ભાણી પાયલબેન રમેશભાઈ
ગોહેલ (મૂળ રહે. મેથળી, તા. લાઠી, હાલ રહે. સુરત) પતિ અલ્પેશભાઈ સાથે આવી હતી. મામાના
ઘરે રોકાણ દરમિયાન પાયલબેન તૈયાર થવાના બહાને તેમના રૂમમાં ગઈ હતી અને લગભગ એક કલાક
સુધી ત્યાં રહી હતી.
આ દરમિયાન
તેણે કબાટની ચાવી મેળવી કબાટ ખોલી અંદર રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી
હતી. કબાટમાંથી સોનાનું ડોકિયું, ચેન, પેન્ડન્ટ સહિતના દાગીના અને રોકડ મળી કુલ રૂ.
93,265નો મુદ્દામાલ ગાયબ થયો હતો. ચોરી
કર્યા બાદ પાયલબેન થેલો લઈને પતિ સાથે ચભાડિયા ગામ તરફ જતી રહી હતી. ત્યારબાદ તે સાસરીમાંથી
પણ લાપતા થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આખરે વિપુલભાઈએ ઉમરાળા પોલીસ મથકે પોતાની
ભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી ભાણીની શોધખોળ સહિતની વધુ
તપાસ હાથ ધરી છે.