ટીમ ઇન્ડિયાના વ્યસ્ત શેડયૂલથી ચિંતા વધી
ભારતીય ક્રિકેટ ટીમનું શેડયુલ વ્યસ્ત છે. જેનાં કારણે
ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો છે. આવતા સપ્તાહથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે
ત્રણ વન ડે અને પાંચ ટી20 મેચોની સિરીઝ રમશે. ત્યારબાદ ટીમ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસે
જશે. જેની શરૂઆત 22 ઓક્ટોબરથી થવાની છે. જોકે, આ ટાઇટ શેડયુલનાં કારણે ભારતને ન્યુઝીલેન્ડ
સામેની પાંચ મેચોની વન ડે સિરીઝની અંતિમ બે મેચોમાં મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરવાની
ફરજ પડી શકે છે.
ભારત
ન્યુઝીલેન્ડ સામે પાંચ ટી20, પાંચ વન ડે અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. બીજી તરફ
ભારતની એક ટી20 ટીમ હાલમાં જાપાનમાં અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. ટીમના કેટલાક
ખેલાડીઓ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં રમે છે. શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ,
નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ
સતત બંને ફોર્મેટમાં રમી રહ્યા છે.
આવી
સ્થિતિમાં વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આમાંથી મોટાભાગના સ્ટાર ખેલાડીઓને
ટેસ્ટ સિરીઝની પૂર્વ તૈયારીઓ માટે વનડે સ્ક્વોડમાંથી વહેલા મુક્ત કરવામાં આવી શકે.
જો શુભમન ગિલ અંતિમ બે વનડેમાંથી બહાર રહેશે, તો વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર ટીમની જવાબદારી
સંભાળી શકે છે. ગિલ હંમેશાં ટેસ્ટ સિરીઝ પહેલા લાંબી તૈયારી કરે છે. આ વખતે ટેસ્ટની
તૈયારીઓ માટે વનડે મેચો છોડવી પડશે.