• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 18 દી’માં રૂા. 20974 કરોડ ઉસેડÎા

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ફરી વેચવાલીનો ચિંતાજનક દોર

નવી દિલ્હી, તા. 20 ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા ફરી વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. 18 સપ્ટેમ્બર સુધીમાં , વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂા. 20,974 કરોડનું જંગી રોકાણ પાછું ખેંચી લીધું છે.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ, અમેરિકામાં વધતા વ્યાજદરો અને બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને અમેરિકન ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી વિદેશી રોકાણકારો સાવધ બન્યા છે. જુલાઈમાં રૂા. 20,200 કરોડ અને ઓગસ્ટમાં રૂા. 29,630 કરોડની મજબૂત ખરીદી પછી, સપ્ટેમ્બરમાં ફરી વેચવાલીનો ચિંતાજનક દોર પાછો આવ્યો છે. સીડીએસએલના ડેટા અનુસાર, એફપીઆઈએ  વર્ષે અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટીમાંથી કુલ રૂા. 2.45 ટ્રિલિયન એટલે કે રૂા. 2.45 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.

આંકડો સમગ્ર વર્ષ 2025 માં રૂા. 1.66 ટ્રિલિયનના કુલ વેચાણ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જો કે, વેચાણ વચ્ચે એક સકારાત્મક પાસું છે કે પ્રાથમિક બજાર એટલે કે આઈપીઓ દ્વારા વિદેશી રોકાણનો ટ્રેન્ડ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહ્યો છે. તાજેતરના દિવસોમાં ભારતીય શેરબજારમાં મંદીનો મહોલ છવાયેલો છે.

ઇ-પેપરના નવા શુલ્ક