એક હજારથી વધુ ડ્રોન છોડયા: રિફાઈનરીને ભારે નુકસાન : બે જણનાં મૃત્યુ
મોસ્કો,
તા. 20 : યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં એકસાથે
એક હજારથી વધુ ડ્રોન છોડાયા હતા. આ હુમલામાં એક મોટી રિફાઈનરીને ભારે નુકસાન પહોંચ્યું
હતું, તો બે લોકોનાં મોત થયાં હતાં. મોસ્કોએ 1600થી વધુ ડ્રોન તોડી પાડયા હોવાનું જણાવ્યું
હતું, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સ્કીએ આ હુમલાઓની પ્રશંસા કરી હતી.
એક
મીડિયા હેવાલ મુજબ, હુમલાની પ્રશંસા કરતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે
મોસ્કો ક્ષેત્રમાં કરવામાં આવેલા લાંબા અંતરના હુમલાઓની નોંધપાત્ર અસર થઈ છે, જેમાં
મહત્ત્વપૂર્ણ તેલ સુવિધાઓ અને લોજિસ્ટિક્સ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
રશિયાની
સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો વિસ્તાર પર યુક્રેન દ્વારા ડ્રોનથી કરાયેલા હુમલા
અંગે મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, 1,600થી વધુ ડ્રોનને આંતરીને
તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 450 ડ્રોન રાજધાની તરફ આગળ વધી રહ્યા હતા. દરમિયાન,
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયાએ કિવ પર રાત્રિ દરમિયાન હુમલા કર્યા છે,
જેમાં ત્રણ બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે. આ હુમલા એવા સમયે થયા છે,
જ્યારે રશિયા અને યુક્રેન બંને એકબીજા સામે લાંબા અંતરના હુમલાઓ તીવ્ર બનાવી રહ્યા
છે.
મોસ્કોના
ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પ્રકારના હુમલાને સૌથી મોટો હુમલો
ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યુક્રેન દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં
44 વર્ષીય મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિના મોત થયાં છે. વોરોબ્યોવે માહિતી આપી હતી કે,
21 માળની ઇમારત પર ડ્રોન અથડાવાથી આગ લાગી હતી, જેના પગલે 400 લોકોને ત્યાંથી સુરક્ષિત
બહાર કાઢવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન મોસ્કો ઓઈલ રિફાઈનરીના એક પ્લાન્ટને પણ નુકસાન
થયું હતું.