• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

મોરબીમાં ભાજપ કોર્પોરેટરના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ

ઉછીના લીધેલા નાણા પરત માંગી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું

મોરબી,તા.20:શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક આગેવાનો વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓની ફરિયાદો સામે આવી રહી છે, જેમાં તાજેતરમાં મોરબીના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ એક પરિણીત મહિલાએ દુષ્કર્મ આચર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પ્રકરણની વિગતો મુજબ, મોરબીની રહેવાસી એક પરિણીત મહિલાએ આરોપી શૈલેષ માકાસણા વિરુદ્ધ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી પાંચ વર્ષ પૂર્વે પતિની બીમારીની સારવાર માટે તેમણે આરોપી પાસેથી રૂપિયા 1 લાખ ઉછીના લીધા હતા. આ નાણાંના બદલામાં આરોપીએ અવારનવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે પરિણીતા ગર્ભવતી બનતા આરોપીએ બાળકની સંપૂર્ણ જવાબદારી નિભાવવાનો વાયદો આપીને ગર્ભપાત કરાવવાની ના પાડી હતી, જેથી ભોગ બનનાર પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો.

બાળકના જન્મ બાદ આરોપીએ કોઈ જવાબદારી ન નિભાવતા આખરે પરિણીતાએ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, આરોપી શૈલેષ માકાસણા મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8 ના મહિલા કોર્પોરેટરના પતિ છે અને અગાઉ ટંકારા ઘુનડા રોડ પર થયેલી બહુચર્ચિત જુગારની રેડમાં પણ તેમનું નામ ખુલ્યું હતું. હાલ મોરબી સિટી એ ડિવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન

કર્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક