પહેલા દિવસે ભારતને 2 સિલ્વર મેડલ; બંને રાઇફલ શાટિંગમાં : ચીન 11 ગોલ્ડ મેડલ સાથે નંબર 1 પર : જાપાન બીજા ક્રમે
નવી
દિલ્હી, તા.20
20મી
એશિયન ગેમ્સનો પ્રારંભ ભારત માટે આશાસ્પદ છતાં મિશ્ર રહ્યો છે. ટુર્નામેન્ટના પ્રથમ
દિવસે જ ભારતીય દળે 10 મીટર એર રાઇફલ શાટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા બે રજત ચંદ્રક
પોતાના નામે કર્યા છે. જોકે, સ્વામિંગ અને વુશુ જેવી સ્પર્ધાઓમાં ભારતીય એથ્લેટ્સને
નિરાશા સાંપડી હતી અને તેઓ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. રવિવારે યોજાયેલી મહિલાઓની
10 મીટર એર રાઇફલ (વ્યક્તિગત) સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ એલાવેનિલ વલારિવને 252.4
અંક સાથે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. તે માત્ર 0.6 અંકના નજીવા અંતરથી સુવર્ણ
ચંદ્રક ચૂકી ગઈ હતી. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ 253.0 અંક સાથે જાપાનની હિનાતા તાઇચીના
ખાતે ગયો હતો. આ અગાઉ દિવસની શરૂઆતમાં ભારતીય
મહિલા ટીમે પણ 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં 1898.0 નો જંગી સ્કોર ઊભો કરીને બીજું
સ્થાન હાંસલ કર્યું હતું. રજત ચંદ્રક જીતનારી આ શાનદાર ત્રિપુટીમાં એલાવેનિલ વલારિવન,
સોનમ મસ્કર અને વિદારસા વિનોદ સામેલ હતા.