આરોપીને ફસાવીને ઘરની બહાર લગાડાવ્યો લાઈવ કેમેરો ઃ પાકિસ્તાન સુધી પહોંચી હતી સેનાની લોકેશન
શ્રીનગર, તા.
20 ઃ જમ્મુ
કાશ્મીરમાં પાકિસ્તાની
ગુપ્તચર એજન્સી
આઈએસઆઈની એક
ખુબ જ
ખતરનાક અને
હાઈટેક સાશિનો
પર્દાફાશ થયો
છે. સરહદ
પારથી ચાલી
રહેલો હનીટ્રેપનો
ખેલ હવે
માત્ર ફલર્ટિંગ
મેસેજ અને
ફોટો માગવા
સુધી સીમિત
નથી પણ
24 કલાકની લાઈવ
ડિઝીટલ દેખરેખ
સુધી પહોંચી
ગયો છે.
જે સુરક્ષા
વ્યવસ્થાઓની દ્રષ્ટિએ
મોટું જોખમ
છે. હકીકતમાં
પાકિસ્તાન માટે
જાસૂસી કરતા
આરોપીએ ઘર
બહાર સિમ
સપોર્ટેડ કેમેરો
ફીટ કર્યો
હતો. જેમાંથી
લાઈવ ફીડ
પાકિસ્તાનને મળતી
હતી.
આવા જ
બનાવમાં કાર્યવાહી
કરતા જમ્મુ
કાશ્મીર પોલીસ
અને ગુપ્તચર
એજન્સીઓએ સંયુક્ત
ઓપરેશન ચલાવીને
કથુઆના રહેવાસી
24 વર્ષિય ટ્રક
ડ્રાઈવરની ધરપકડ
કરી છે.
આરોપીનું નામ
અમન છે
જે પાકિસ્તાની
હેન્ડલ્સને સુરક્ષા
દળોની લાઈવ
મૂવમેન્ટની માહિતી
આપવાના આરોપનો
સામનો કરી
રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓ
દ્વારા આકરી
પૂછપરછ કરવામાં
આવી રહી
છે જેથી
જાસૂસી નેટવર્ક
સાથે જોડાયેલા
અન્ય લોકોની
ભાળ મળી
શકાય. શરૂઆતી
તપાસમાં સામે
આવ્યું છે
કે અમનને
હનીટ્રેપ મારફતે
કાબૂમાં કરવામાં
આવ્યો હતો
અને પછી
સંવેદનશીલ વિસ્તારોની
રેકીની જવાબદારી
સોંપવામાં આવી
હતી. વધુમાં
માત્ર તસવીરોનું
આદાન પ્રદાન
નહી તેણે
હેન્ડલર્સની સલાહ
ઉપર પોતાના
ઘરની બહાર
એક વિશેષ
કેમેરો સેટ
કર્યો હતો.
જેમાં સિમ
કાર્ડ ચાલતું
હતું. આ
કેમેરાની નજર
સડક ઉપર
રહેતી હતી.
જેનો ઉપયોગ
સેના પોતાની
અવરજવર માટે
કરે છે.
આ કેમેરાથી
લાઈવ મૂવમેન્ટ
પાકિસ્તાનને મળતી
હતી. આ
કામ માટે
અમનને 20 હજાર
રૂપિયા આપવામાં
આવ્યા હતા.
આ ચુકવણી
દુબઈના એક
રૂટ મારફતે
કરવામાં આવી
હતી.