• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

બાયોમેટ્રિક આધાર ખરાઈ વગર નહીં મળે સબસિડીવાળા ગેસનાં બાટલા

1 ઓક્ટોબરથી બદલાશે નિયમ : બાયોમેટ્રિક ઓથેંટિકેશન ફરજિયાત

નવીદિલ્હી,તા.20: પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે 1 ઓક્ટોબર 2026થી તમામ સબસિડીયુક્ત ઘરેલુ એલપીજી સિલિન્ડર રિફીલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેંટિકેશન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે એટલે કે હવે આગામી માસથી ઘરેલુ રાંધણગેસનાં ગ્રાહકોને સબસિડી સાથે નિર્ધારિત રિટેલ સેલિંગ પ્રાઈઝ(આરએસપી) ઉપર રિફીલ બૂક કરાવવા માટે બાયોમેટ્રિક આધાર ખરાઈ પૂરી કરાવવી પડશે. પેટ્રો-ગેસ મંત્રાલયે કહ્યું હતું કે, બાયોમેટ્રિક આધાર ઓથેંટિકેશનથી સુનિશ્ચિત થાય છે કે, સબસિડીવાળા એલપીજી સિલિન્ડર ફક્ત વાસ્તવિક અને યોગ્ય પરિવારો સુધી જ પહોંચે. પ્રત્યેક કનેક્શનને આધાર પ્રમાણિત ગ્રાહક સાથે જોડવાથી કોમર્શિયલ અને ઉદ્યોગિક વપરાશમાં ઘરેલુ ગેસ વપરાતો અટકાવવામાં મદદ મળશે. આ નિર્ણયનો હેતુ કોઈપણ જરૂરિયાતમંદ પરિવારને એલપીજી સિલિન્ડરથી વંચિત રાખવાનો નથી. યોગ્ય અને પાત્ર ગ્રાહકો આધાર પ્રમાણિત આસાનીથી કરાવી શકે છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં 27.43 કરોડ ગ્રાહકો એટલે કે, આશરે 89.9 ટકા ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ખરાઈ પૂરી કરાવી લીધેલી છે અને હવે તેમને આગળ કોઈ પ્રક્રિયા કરવાની બાકી રહેતી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક