બાંગ્લાદેશને 114 રનના અંતરથી કચડી નાખ્યું, શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી
નાગોયા,
તા.20
જાપાનના
આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026ની બીજી સેમિફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ
ટીમે બાંગ્લાદેશને 114 રનના મસમોટા અંતરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં શ્રીલંકા
સામે ટક્કર થશે.
બાંગ્લાદેશ
સામે ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 195 રન
બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 81 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય
ટીમ પાસે હવે સળંગ બીજો ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે.
ભારતને
ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. મંધાનાએ માત્ર 19 બોલમાં
5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ
માટે 5.6 ઓવરમાં જ 72 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાઈ હતી. શેફાલી વર્માએ માત્ર 49 બોલમાં
9 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત
કૌરે 33 બોલમાં 6 ચોગ્ગા સાથે 40 રનનું યોગદાન આપ્યું હતું.
બાંગ્લાદેશની
ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. તેણે સતત વિકેટો ગુમાવી હતી. દીપ્તિએ 2.4 ઓવરમાં
માત્ર 7 રન આપીને 3 સફળતા મેળવી હતી. જ્યારે નંદિની શર્માને પણ ત્રણ વિકેટ મળી હતી.
આ ઉપરાંત શ્રી ચરણીને બે, તથા ક્રાંતિ ગૌડ અને શ્રેયંકા પાટિલને 1-1 વિકેટ
મળી
હતી.