• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

પાક. સામે આક્રમક વિજય ઇચ્છતા હતા : હરમનપ્રિત

ઝ-20 ઇન્ટરનેશનલ મેચમાં 150 મેચમાં કપ્તાનીનો રેકોર્ડ બનાવ્યો

દુબઈ, તા.6: હરમનપ્રિત કૌરની કપ્તાનીના 1પ0 મેચમાં પાકિસ્તાન સામેના જોરદાર વિજયથી ભારતીય મહિલા ટીમ એશિયા કપ ફાઇનલ માટે નિશ્ચિત બની છે. પાક. સામેની 7 વિકેટની આસાન જીત બાદ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે કહ્યું કે અમારા માટે આ મહત્ત્વપૂર્ણ મુકાબલો હતો. અમે આક્રમક શૈલિથી જીત હાંસલ કરવા માગતા હતા. જેમાં સફળ રહ્યા. તમામ બોલર્સનો દેખાવ શાનદાર રહ્યો. અમે પિચ અનુસાર બોલિંગ કરી. મને ખબર છે કે આ ટીમ શું કરી શકે છે. પ6 રનનો પીછો કરતા ત્રણ વિકેટ ગુમાવવાના સવાલ પર હરમને જણાવ્યું કે આવું થતું રહે છે. પાકિસ્તાન પાસે સારૂ બોલિંગ આક્રમણ છે. 

ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 1પ0 મેચમાં કપ્તાની કરનાર પ્રથમ સુકાની બનવા પર હરમનપ્રિતે કહ્યું કે ટીમની આભારી છું. આશા છે કે ટીમને આવી જ સફળતા અપાવતી રહીશ.  ગઈકાલના એશિયા કપના મેચમાં પાક. મહિલા ટીમ ભારતની સ્પિન બોલિંગ સામે ફકત પપ રનમાં ડૂલ થઈ ગઈ હતી. બાદમાં ભારતે 3 વિકેટે વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026