• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

લંડનમાં પણ મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ

20 જેટલા સમૂહો દ્વારા મેયરને પત્ર : સંઘનાં કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો

નવીદિલ્હી, તા.પ : અમેરિકા પછી હવે લંડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનો કાર્યક્રમ યોજાવાનો છે અને ત્યાં પણ અમેરિકાની જેમ જ વિરોધી અવાજ ઉઠવા લાગ્યા છે. આશરે 20 જેટલા સિવિલ સોસાયટી ગ્રુપ દ્વારા લંડનનાં મેયર સાકિબ ખાનને પત્ર લખીને સંઘનાં કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ વિરોધી સૂર પછી સંઘે પણ સત્તાવાર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તે કોઈપણ સાથે સંવાદ માટે તૈયાર છે. લોકોને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત બુધવારે લંડન પહોંચ્યા હતાં અને ગુરુવારે તેમણે કારોબાર અને રાજનીતિ સાથે જોડાયેલા પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરી હતી.લંડનમાં ઘણાં હિન્દુ સમૂહો દ્વારા પણ આરએસએસના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો છે. મેયરને પત્ર લખનાર જૂથો દ્વારા કહેવામાં આવ્યું છે કે, સંઘના કાર્યક્રમો માટે સ્થળ આપવાની મનાઈ કરી દેવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026