• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

BCCIએ રોહિત યાદવ ઉપર મૂક્યો બે વર્ષનો પ્રતિબંધ જન્મના વર્ષમાં કથિત રીતે ગડબડ મળી આવ્યા બાદ એક્શન

નવી દિલ્હી, તા. 5 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ એક અંડર-19 ખેલાડી ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. ઉમરને લઈને કથિત ખોટી જાણકારી આપવા મામલે બંગાળના લેગ સ્પિનર રોહિત યાદવ  ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે સપ્તાહ પહેલા જ રોહિત યાદવને ભારતની અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશનો રહેવાસી રોહિત યાદવ જુલાઈ મહિનામાં ભારતની અંડર-19 ટીમ સાથે શ્રીલંકા પ્રવાસે ગયો હતો. ત્યાં છ વિકેટ લીધી હતી અને ટીમને ટેસ્ટ જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈ સૂત્રો અનુસાર રોહિત ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રોહિત મહિનાના અંતમાં રાજકોટ અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે થનારા વનડે અને ટેસ્ટ મુકાબલા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકા પ્રવાસ દરમિયાન રોહિતના દસ્તાવેજી પુરાવામાં ઉમરને લઈને ગડબડ જોવા મળી હતી. ત્રણ અલગ અલગ પ્રમાણ પત્રમાં જન્મ વર્ષ 2007, 2009 અને 2010 નોંધાયેલું હતું. આ ઉપરાંત આધાર રેકોર્ડમાં પણ ચેડાં મળી આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026