ઇમ્ફાલ, તા. 6 : મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ સામસામે આવી ગયા છે. કુકી સમુદાયમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન અને નાગા સમુદાયના નાયબ મુખ્યમંત્રી લોસી દિખો વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ શરૂ થતાં રાજ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે.
અહેવાલો
અનુસાર, પહેલી સપ્ટેમ્બરના રોજ નાગા નાયબ મુખ્યમંત્રી લોસી દિખો અને 8 નાગા ધારાસભ્યોએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને નેમચા કિપગેન અને તેમના પતિ થંગબોઈ સામે
કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નાગા ધારાસભ્યોનો આક્ષેપ હતો કે, નેમચા કિપગેન
કુકી ઉગ્રવાદી જૂથોને આશ્રય આપી રહ્યા છે અને તાજેતરમાં નાગા લોકોના અપહરણ અને હત્યાઓ
દરમિયાન તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો.
નાગા
નેતાઓના આક્ષેપોને ફગાવી દેતાં નેમચા કિપગેને જણાવ્યું હતું કે ‘મારા અને મારા પતિ
પર લગાવાયેલા આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહીન છે. હું નાયબ મુખ્યમંત્રી બની તે પછી
જ કુકી અને નાગા સમુદાયો વચ્ચે વિવાદ કેમ ઉગ્ર બન્યો?’