ભારતની નિકિતા પોરવાલ ટોચની 20માં સ્થાન ન મેળવી શકી
નવી
દિલ્હી, તા. 6 : ડોમિનિકન ગણરાજ્યની જોહેરી
મોલ 2026ની વિશ્વસુંદર બની છે. દુનિયાના વિવિધ દેશોમાંથી 111 સ્પર્ધક મેદાનમાં હતી.
ભારતની નિકિતા પોરવાલ ટોચની 20માં પણ સ્થાન મેળવી શકી નહોતી.
વિયેતનામના
ન્હા ટ્રાન્ગમાં મિસ વર્લ્ડનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. ભારતનું પ્રતિનિધિત્વ કરતી
નિકિતા ટોચના 40 સુધી પહોંચી શકી હતી.
સ્પેની
એલિઝાબેથ આર. અલાબેર્ન ફર્સ્ટ રનર્સ-અપ અને મલેશિયાની તાનુસિયા ચેટ્ટી સેકન્ડ રનર્સ-અપ
રહી હતી.
દરમ્યાન
મિસ ઈન્ડિયાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી નિકિતા પોરવાલની પ્રશંસા કરાઈ હતી,
તેમાં લખાયું હતું કે, નિકિતા ભારતને આપ પર ગર્વ છે.
વિયેતનામમાં
યોજાયેલી 73મી મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધામાં અગાઉની વિજેતાઓ ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ
જોહેરીને તાજ પહેરાવ્યો હતો.
સ્પર્ધાના
અંતિમ રાઉન્ડમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જોહેરીએ જણાવ્યું હતું કે, ઓછી સુવિધાઓવાળા
વંચિત સમુદાયના બાળકો સુધી અંગ્રેજીનું શિક્ષણ પહોંચાડવા કામ કરી રહી છે.
ટોચની
20માં ઝિમ્બાબ્વે, જામ્બિયા, સેનેગલ, બ્રાઝિલ, મલેશિયા, બેલ્જિયમ, જિબ્રાલ્ટર, ફ્રાન્સ,
ફિલિપાઈન્સ, યુક્રેનની સ્પર્ધકોએ સ્થાન મેળવ્યું હતું.