• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

આસિમ મુનીરને પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખની કમાન

50 વર્ષ બાદ પાક.ના સંરક્ષણ દળોની વ્યવસ્થામાં જબરદસ્ત બદલાવ

ઈસ્લામાબાદ, તા.6 : પાકિસ્તાની સંસદે દેશના ઈતિહાસમાં પહેલીવાર એક અધિકારીને સેના, નૌસેના અને વાયુસેનાની સંયુક્ત કમાન સોંપી દીધી છે. ઓગસ્ટના અંતે નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાન સંરક્ષણ દળ ધારો-2026 પસાર થયો હતો અને તેમાં ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીઝ પદ નિર્મિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર પાક.નાં પહેલા સીડીએફ બની ગયા છે. તેઓ સેના પ્રમુખ તરીકે પોતાની વર્તમાન ભૂમિકાની સાથોસાથ આ પદ પણ સંભાળશે.

આ પહેલા પાક.માં કોઈપણ કાયદાથી એક અધિકારીને સેનાની ત્રણેય પાંખો ઉપર આવો કોઈ ઔપચારિક અધિકાર મળતો ન હતો. 1976 બાદ પાક.ની સૈન્ય કમાનમાં આ સૌથી મોટું પરિવર્તન છે. અત્યાર સુધી આનું સમકક્ષ પદ સંયુક્ત ચીફ ઓફ સ્ટાફ કમિટીનાં અધ્યક્ષનું હતું. જેને 1976માં સેનાઓ વચ્ચે તાલમેલ જાળવવા માટે બનાવવામાં આવ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026