• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

વઢવાણ : ચાલુ ચકડોળમાંથી પટકાતાં પોલીસકર્મીની પુત્રીનું મૃત્યુ

વઢવાણ, તા.6 : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં મોડી રાત્રે આનંદ અને ઉલ્લાસનો માહોલ ક્ષણવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે એક ચાલુ ચકડોળમાંથી અચાનક પટકાતાં નિહારીકા નામની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક બાળકી એક પોલીસ કર્મચારીની જ પુત્રી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાને કારણે પોલીસ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે  અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે અને આ ગંભીર અકસ્માત બાદ તંત્ર દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓ તથા સુરક્ષાના દાવા સામે અનેક સવાલો ઉભા થયા છે.

   આ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મેળાને તમામ નિયમો અને એસઓપી ગાઇડલાઇન મુજબ પરમિશન આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું તો આ ઘાતક અકસ્માત સર્જાયો કેવી રીતે તેવા ગંભીર સવાલો સાથે ચકડોળ તથા મેળાની અન્ય રાઈડ્સની ફિટનેસ અને મિકેનિકલ સુરક્ષા તપાસવામાં તંત્રની મોટી બેદરકારી રહી હોવાની લોકમુખે ચર્ચાઓ જાગી છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મામલે પોલીસે ચકડોળના સંચાલકો સામે ગુનો નોંધી અકસ્માતના સાચા કારણો જાણવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

 

ગોંડલના મેળામાં ચાલુ ‘બ્રેક ડાન્સ’ રાઇડમાં ટેકનિકલ ખામી સર્જાતા સદ્નસીબે મોટી જાનહાનિ ટળી

 

ગોંડલ, તા.6 : ગોંડલના વછેરાનાં વાડામાં ચાલી રહેલા આઇકોનિક પ્રાઇવેટ મેળામાં ગઈકાલે રાત્રે પૂરઝડપે ચાલુ રહેલી ‘બ્રેક ડાન્સ’ રાઇડની અચાનક મુખ્ય કોટર પિન તૂટી જવાથી નીચેનું ચેકનટ ખૂલી ગયું હતું, જેનાં કારણે ફ્લોરનું પતરું ઊંચું થઈ જતાં અને ટ્રોલી નીચે બેસી જવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ઓપરેટર દ્વારા સમયસૂચકતા વાપરીને તાત્કાલિક રાઇડ બંધ કરી દેવાતા અને પોલીસ ઇન્સ્પેક્ટર  જે. આર. ઝાલા પોતાની ટીમ સાથે ત્વરિત ઘટનાસ્થળે દોડી આવીને ઉત્તમ ક્રાઉડ કંટ્રોલ કરી પરિસ્થિતિ સંભાળી લેતા સદ્નસીબે કોઈપણ વ્યક્તિને સામાન્ય ઉઝરડો પણ આવ્યો નહોતો તથા મોટી જાનહાનિ ટળી હતી, અને હાલ સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ રાઇડ સંપૂર્ણપણે બંધ કરાવી દેવા સાથે અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026