• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

શેફાલીનો રેકોર્ડ : સૌથી નાની ઉંમરે ટી-20 ઈન્ટરનેશનલમાં 3000 રન

દુબઇ તા.6: ભારતીય મહિલા ટીમની આક્રમક ઓપનિંગ બેટર શેફાલી વર્મા મહિલા ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી નાની ઉંમરે 3000 રન પૂરા કરનારી ખેલાડી બની છે. તેણીએ આ ઉપલબ્ધિ એશિયા કપમાં પાકિસ્તાન સામેના મેચ દરમિયાન હાંસલ કરી હતી. શેફાલી વર્માએ 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે 3000 રન પૂરા કર્યાં છે. આ ઉપરાંત સૌથી ઓછા 2182 દડામાં 3000 રન પૂરા કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીના નામે હતો. તેણીએ 2321 દડામાં 3000 રન પૂરા કર્યાં હતા. જયારે આયરલેન્ડની બેટર ગૈબી લુઇસે 24 વર્ષ અને 347 દિવસની વયે ટી-20 ઇન્ટરનેશનલમાં 3000 રન પૂરા કર્યાં હતા. પાક. સામેના મેચમાં શેફાલી 12 રન કરી આઉટ થઇ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026