ફાઇનલમાં ચીની જોડીને ત્રણ ગેમની રસાકસી પછી હાર આપી
શેનઝોન
(ચીન) તા.6: ભારતીય જુગલજોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ સુપર-7પ0
બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ડબલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીનો
ચીનના જી તિંગ અને રેન શિયાંગ યૂની જોડી સામે રસાકસી બાદ 11-21, 21-13 અને 21-17થી
શાનદાર વિજય થયો હતો. અગાઉ સાત્વિક-ચિરાગ 2023 અને 202પમાં ચાઇના માસ્ટર્સના ફાઇનલમાં
પહોંચીને ખિતાબ ચૂકી ગયા હતા. ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતનાર આ જોડી પહેલી ભારતીય છે.
આ વખતે
ફાઇનલમાં સાત્વિક-ચિરાગ પહેલી ગેમ હારી ગયા હતા. આ પછી જોરદાર વાપસી કરીને ચીની દીવાલ
તોડીને ખિતાબ કબજે કર્યોં હતો. આ સીઝનમાં સાત્વિક-ચિરાગનો આ બીજો બીડબ્લ્યૂએફ વર્લ્ડ
ટૂર ખિતાબ છે. આ વર્ષે આ પહેલા સિંગાપોર ઓપનમાં ચેમ્પિયન થયા હતા. ઓવરઓલ તેમનો આ
10મો વર્લ્ડ ટૂર ખિતાબ છે.