• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં ક્રિકેટને ખાસ છૂટ નહીં ! BCCIની ભાગીદારી ઉપર આઇઓએનો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા. 5 : એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટર્સની સુવિધાઓને લઈને વિવાદ થઈ રહ્યડો છે. એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને ક્રૂઝ જહાજ ઉપર જ્યારે મહિલાઓને એક હોટલમાં રાખવાની યોજના છે. તેવામાં ભારતીય ઓલિમ્પિક સંઘે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ખેલાડીઓને રહેવાની જગ્યા અંગે વાંધો હોય તો પોતે જ વ્યવસ્થા કરી શકે છે.

જો બીસીસીઆઇ નક્કી કરશે કે તેના ક્રિકેટરોને આઈચી-નાગોયામાં સત્તાવાર એશિયન ગેમ્સ હોટલોની બહાર રાખવા છે તો બોર્ડે રહેવાની જગ્યા, ભોજન, ટ્રાન્સપોર્ટ અને સમયે ખેલાડી સ્થળ ઉપર પહોંચે તે નિશ્ચિત કરવાની જવાબદારી ઉપાડવી પડશે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘે ક્રિકેટ માટે અલગથી વ્યવસ્થા ન કરવા કહ્યું છે કારણ કે તેનો ઉકેલ ક્રિકેટ બોડી અને ઓર્ગેનાઇઝિંગ કમિટીએ પરસ્પર સહમતીથી લાવવાનો છે.

ભારતીય ઓલિમ્પિક સંઘના સીઇઓ રઘુરામ અય્યરે કહ્યું હતું કે, જો ઓર્ગેનાઇઝરની હોટલ બીસીસીઆઇની જરૂરિયાતના હિસાબે ન હોય તો પોતાની વ્યવસ્થા કરવા માટે સ્વતંત્ર છે. બીસીસીઆઇના સીઇઓ હેમાંગ અમીને આ મામલે સંપર્ક કર્યો હતો અને એક ઉપયોગી ચર્ચા પણ થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026