• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

નિરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ્સ માટે ક્વોલીફાય

જ્યૂરીચ ડાયમંડ લીગમાં શ્રીલંકાનો રૂમેશ થરંગા 92.07 મીટરના થ્રો સાથે ટોચ પર

નવી દિલ્હી, તા.28: ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ્સ-2026 માટે કવોલીફાય થઇ ગયો છે. નિરજે આ સીઝનમાં પાંચ કવોલીફાય મુકાબલામાંથી ફક્ત બેમાં જ ભાગ લીધો હતો. આમ છતાં તે ટોચના 6 ખેલાડીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ડાયમંડ લીગ ફાઇનલ્સ બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે 4 અને પ સપ્ટેમ્બરે આયોજન થયું છે. નિરજ ચોપરાએ આ સીઝનમાં ડાયમંડ લીગની બે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેના કુલ 12 પોઇન્ટ થયા હતા અને 6 નંબર પર રહી ફાઇનલ્સ માટે ક્વોલીફાય થયો છે.

 છેલ્લે ગઇકાલે જ્યૂરિચ ડાયમંડ લીગ રમાઇ હતી. જેનો હિસ્સો નિરજ બન્યો ન હતો. જેમાં શ્રીલંકાનો રૂમેશ થરંગા 92.07 મીટરના થ્રો સાથે ટોચ પર રહ્યો હતો. જે તેની કેરિયરનો બીજો બેસ્ટ થ્રો છે. જૂનમાં તેણે રોમ ડાયમંડ લીગમાં 92.62 મીટર દૂર ભાલો ફેંકયો હતો. તે કુલ 39 પોઇન્ટ સાથે પહેલા નંબર પર રહી ફાઇનલ્સ માટે કવોલીફાય થયો છે. ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ, ત્રિનિદાદનો કેશોર્ન વોલકોર્ટ, અમેરિકાનો કર્ટિસ થોમ્પસન અને કેન્યાનો જુલિયસ યેગો ક્વોલીફાય થનાર અન્ય ભાલા ફેંક ખેલાડી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક