• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

આજથી દુબઇમાં ટી-20 મહિલા એશિયા કપનો પ્રારંભ

-ભારતીય ટીમ ચોથીવાર વિજેતા બનવાની  પ્રબળ દાવેદાર

-8 ટીમ વચ્ચે 15 મેચની ટક્કર થશે

દુબઇ, તા.27 મહિલા એશિયા કપ-2026 ટી-20 ટૂર્નામેન્ટનો શુક્રવારથી દુબઇમાં પ્રારંભ થશે. જેમાં ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ટીમ પાછલા સંસ્કરણની હારને ભુલીને વખતે એશિયા કપ કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. વખતે મહિલા એશિયા કપમાં 8 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, હોંગકોંગ અને થાઇલેન્ડ ગ્રુપ-એમાં સામેલ છે. જયારે ગ્રુપ-બીમાં બાંગલાદેશ, શ્રીલંકા, યુએઇ અને ઇન્ડોનેશિયાની મહિલા ટીમ સામેલ છે. 8 ટીમ વચ્ચે કુલ 1 મેચ રમાશે. બને ગ્રુપની બે-બે ટોચની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ મુકાબલો 13 સપ્ટેમ્બરે રમાશે.

મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ અત્યાર સુધી પાંચ વખત રમાઇ છે. જેમાં ભારતના નામે ત્રણ ખિતાબ છે અને બે વખત ઉપવિજેતા રહયું છે. 2018ના ફાઇનલમાં બાંગલાદેશે અને 2024 ફાઇનલમાં શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને હાર આપી હતી.

હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે વર્ષે 16 ટી-20 મેચમાંથી 9માં હાર સહન કરી છે. આમ છતાં ટીમ ઘણી મજબૂત છે અને ખિતાબની પ્રબળ દાવેદાર છે. ટીમને જેમિમા રોડ્રિગ્સની ખોટ પડશે. તેના સ્થાને પહેલીવાર પ્રતિકા રાવલ ટી-20 ટીમમાં સામેલ થઇ છે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત રવિવારે થાઇલેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતરી કરશે. જ્યારે પાકિસ્તાન સામેનો લીગ મુકાબલો સપ્ટેમ્બરે રમાશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક