ગોવા નગર પરિષદની ચૂંટણી મામલે બોમ્બે હાઈ કોર્ટની રાજ્ય સરકારને ફટકાર
નવી દિલ્હી,
તા. 27 ઃ
ગોવામાં 11 નગર
પરિષદથી લાંબા
સમયથી પેન્ડિંગ
ચૂંટણી અંગે
બોમ્બે હાઈ
કોર્ટે રાજ્ય
સરકાર અને
ગોવા રાજ્ય
ચૂંટણી પંચને
મોટો નિર્દેશ
આપ્યો છે.
અદાલતે સાફ
કહ્યું હતું
કે, સરકાર
કોઈપણ ચૂંટણી
માટે પોતાની
રાજનીતિક સુવિધાના
હિસાબે તારીખો
નક્કી કરી
શકે નહી.
ખાસ કરીને
ત્યારે જ્યારે
સંવિધાન હેઠળ
ચૂંટણીની સમયસીમા
નિર્ધારીત થતી
હોય. અદાલતે
ગોવા નગર
પાલિકા (સંશોધન),
2026ની સંવૈધાનિક
વૈધતા યથાવત્
રાખતા ચૂંટણી
પ્રક્રિયાને નિશ્ચિત
સમયસીમામાં પુરી
કરવા આદેશ
આપ્યો હતો.
જસ્ટિસ વાલ્મીકિ
મેનેજેસ અને
જસ્ટિસ હિતેન
વેણુગાવકરની પીઠે
કહ્યું હતું
કે, કોઈપણ
એવી ચૂંટણીની
તારીખ નક્કી
કરવાનો સરકારને
સંવૈધાનિક અધિકાર
નથી, જેની
અવધિ સંવિધાનમાં
નક્કી કરવામાં
આવી હોય.
અદાલતે ચુકાદામાં
કહ્યું હતું
કે કોઈપણ
નવો કાયદો
અથવા ચૂંટણી
સંબંધિત નવી
પ્રક્રિયા લાગુ
થતા સરકારને
સંવિધાન દ્વારા
નિર્ધારિત સમયસીમાને
આગળ વધારવાનો
સ્વતઃ અધિકાર
મળી જતો
નથી. ચૂંટણી
પંચ પણ
બીજા સરકારી
વિભાગોની ગતિના
આધારે
ચૂંટણી કેલેન્ડરને
અનિશ્ચિતકાળ સુધી
ટાળી શકે
નહી. હકીકતમાં
ગોવાની 11 નગર
પરિષદનો પાંચ
વર્ષનો કાર્યકાળ
2026માં પુરો
થયો છે.
ત્યાર બાદ
પરિષદોમાં પ્રશાસનિક
નિયુક્તિઓ કરી
દેવામાં આવી
છે.